અમિત પટેલ અંબાજી
શક્તિ , ભક્તિ અને આસ્થા ના ત્રિવેણી સંગમ શક્તિપીઠ અંબાજી મા અંબા નું પ્રાચીન તીર્થ છે આ ધામ મા માં અંબા ના ભક્તો માતાજી ના દર્શન કરવા આવે છે આજે ચૈત્રી રામનવમી હોઈ અંબાજી મા માતાજી ના ભક્તો નું ઘોડાપુર ઉમટ્યુ હતુ સાથે આજે રામનવમી જયંતી હોઈ અંબાજી ના આવેલા રામનવમી ની બંસી ગૌ સેવા દ્વારા આયોજીત કરવામાં આવ્યું હતું
સમગ્ર ગુજરાતમાં વિવિધ રામનવમી મંદિરો મા વહેલી સવાર થી પુજા અને હવન શરુ કરાયા હતા સાથે અંબાજી મા રામનવમી નિમિતે સાંજે ચાર કલાકે ભગવા રેલી નીકળી હતી જેમાં મોટી સંખ્યા મા યુવાઓ જોડાયા હતા ,
અંબાજી ના તમામ માર્ગો પર ” વિશાળ ભગવા રેલી ” નીકળી હતી જેમા મોટી સંખ્યા મા યુવાઓ જોડાયા હતા , આ રેલી મા જય શ્રી રામ ના નારા લગાવ્યા હતા રેલી નો મોટા આકર્ષણ નું કેન્દ્ર બન્યુ હતુ .
આજે અંબાજી ભવાની પેટ્રોલ પંપ ની બાજુ માંથી ભગવા રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું ને અંબાજી ના વિવિધ સમાજના આગેવાનો પણ હાજર રહ્યા હતા
@@અંબાજી રામનવમી નિમિતે ભગવા રેલી નું આકર્ષણ @@
અંબાજી માં રામનવમી નિમિતે સાંજે ચાર વાગ્યે જય શ્રી રામ ના નામ ના નારા લગાવ્યા હતા ને વિવિધ બાળકો દ્વારા વેશભૂષા ધારણ કરી હતી ને ડીજે ને નાશિક ઢોલ નગારા સાથે ભગવા રેલી યોજાઇ હતી અંબાજી ની અનેક સમાજ ની મહિલા પણ જોડાયા હતા