Other

અંબાજી -: સુનિલ બ્રહ્મભટ્ટ નું રાજભોગ પ્રસાદ શરૂ ના કરાતા રાજીનામું……

અંબાજી -: શહેરી ભાજપ ઉપપ્રમુખ સુનિલ બ્રહ્મભટ્ટ નું  અંબાજી મંદિર  દ્વારા રાજભોગ પ્રસાદ શરૂ ના કરાતા રાજીનામું……

ભાજપ ના સક્રિય કાર્યકર્તા તરીકે છ વર્ષ થી કાર્યરત હતા ભાજપ ના નેતાઓ મોહનથાળ પ્રસાદ બાબતે કોઈ જવાબ ન આપતાં નારાજ થઈ લીધો પદ છોડવાનો નિર્ણય…

છેલ્લા આઠ દિવસ થી મોહનથાળ પ્રસાદ બંધ કરી ચીક્કી ચાલુ કરાતા ચારે તરફ ઉગ્રવિરોધ ……

ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી એ માતાજી ના શકિતપીઠ તરીકે જગતભર માં ઓળખ પામ્યું છે ત્યારે હજારો લોકો ની આસ્થા ના પ્રતિક એવા* ધાર્મિક સ્થળ નો પારંપરિક પ્રસાદ અંબાજી મંદિર ટ્રસ્ટ ના વહીવટકર્તાઓ દ્વારા બંધ કરી ચીક્કી ને પ્રસાદ તરીકે જાહેર કરી વેચાણ કરતા સમગ્ર ગુજરાત ભર માં આ બાબત નો ઉગ્ર વિરોધ માઈ ભકતો માં જોવા મળી રહ્યો છે.જેના લીધે જન સામાન્ય થી માંડી રાજકીય પક્ષો માં પણ આ બાબતે સખત વિરોધ અને રાજકીય વાતાવરણ ગરમાઇ રહ્યું છે

ત્યારે આજ રોજ અંબાજી ગામ ના અગ્રણી અને  ભાજપ ના શહેરી ઉપપ્રમુખ સુનિલભાઈ બ્રહ્મભટ્ટ  દ્વારા માતાજી ના રાજભોગ મોહનથાળ પ્રસાદ ને મંદિર દ્વાર છેલ્લા ૯ દિવસ થી બંધ કરી ચીક્કી ને પ્રસાદ ગણાવી ભક્તો ને આપતા ભારે વિરોધ નું વાતવરણ ઉભુ થયુ છે જે બાબતે અંબાજી ભાજપ શહેરી ઉપપ્રમુખ દ્વારા અનેક વાર અંબાજી મંદિર ટ્રસ્ટ ના વહીવટદાર શ્રી તેમજ જિલ્લા કલેકટર કમ મંદિર ના ચેરમેન શ્રી ને આ બાબતે રજૂઆતો કરવા છતાં આ અંગે કોઈ નિવેડો આવ્યો નહતો ત્યારે ભાજપ ના નેતાઓ જોડે પણ આ બાબતે સંપર્ક કરતા તેમના દ્વારા પણ કોઈ જવાબ કે પ્રતિક્રિયા ના મળતા આખરે છ વર્ષ ની પાર્ટી માટે ની  સક્રિય કામગીરી પર પાણી ફરી વળતા ભાજપ પક્ષ સાથે ની નારાજગી ના કારણે ઉપપ્રમુખ પદ છોડવાનો નિર્ણય લીધો હતો.

ઉલ્લેખનીય છે કે માતાજી ના રાજભોગ પ્રસાદ તરીકે પારંપરિક રીતે વર્ષો થી મોહનથાળ પ્રસાદ ભક્તો ને આપવામાં આવતો હતો ત્યારે મંદિર ના વહિવટકર્તાઓ દ્વારા પોતાના મનસ્વી નિર્ણય ને લીધે પ્રસાદ ની પરંપરા માં ફેરફાર કરી ચીક્કી ને પ્રસાદ તરીકે જાહેર કરી આપવાની નીતિ ઊભી કરાયેલ છે.ત્યારે ચીક્કી ને પ્રસાદ કંઈ રીતે માની ને સ્વીકાર કરવો તે પ્રશ્ન અહી ઊભો થાય છે.કેમકે માતાજી નો રાજભોગ ( મોહનથાળ પ્રસાદ ) ને અંબાજી મંદિર દ્વારા અપાયેલ ટેન્ડર મુજબ જે તે કંપની દ્વારા શુદ્ધ ઘી માં તૈયાર કરી માતાજી ને ભોગ ચઢાવી ને ત્યારબાદ જ ભક્તો માટે ના પ્રસાદ માં ભેળવી ને પેકિંગ કરી મંદિર સુધી પહોંચાડાય છે

ત્યારે સિંગ ગોળ ની આ ચીક્કી ના તૈયાર પેકેટ સીધા જ કંપની માંથી પેકિંગ કરી અહી લવાય છે જે પ્રસાદ તરીકે કેવી રીત માન્ય ગણી શકાય ? તેમ છતાં પણ મંદિર ના વહીવટકર્તાઓ ચીક્કી ને પ્રસાદ જાહેર કરી લાખો માઈ ભકતો ની આસ્થા અને લાગણી દુભાવી રહ્યા છે. ત્યારે અંબાજી ના માઈ ભકત દ્વારા બહાર થી મોહનથાળ રાજભોગ તૈયાર કરી માતાજી ને ચઢાવી મફત માં લોકો ને વહેંચ્યો હતો.

ત્યારે છેલ્લા આઠ આઠ દિવસ રાજભોગ બંધ કરતા બધા  સંગઠન દ્વારા તરફ થઈ રહેલા ચીક્કી ના વિરોધ અને માઈ ભકતો ની લાગણી અને માંગણી બાબતે આંખ આડા કાન કરતા આ તંત્ર ના પેટ નું પાણી હલતું નથી તે જોવાની વાત છે.ત્યારે યાત્રાધામ વિકાસ બોર્ડ ના મંત્રી અને ગુજરાત  ભાજપ સરકાર આ બાબતે લોક લાગણી અને માંગણી ને ધ્યાન માં રાખી વહેલાસર  ઉચિત નિર્ણય લેશે કે પછી ઉગ્ર આંદોલન બાદ જ સરકાર નમશે તે જોવું રહ્યું.

રિપોર્ટ : અમિત પટેલ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં 17મી અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે,…

1 of 20

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *