સેંજળધામ (તખુભાઈ સાંડસુર દ્વારા)
સેંજળધામ તા સાવરકુંડલા ખાતે માઘ પૂર્ણિમાનો પાટોત્સવ, સાધુ સમાજની દિકરીઓના સમૂહલગ્ન અને ધ્યાન સ્વામીબાપા એવોર્ડ અર્પણ સમારોહ આજે યોજાયો. આજે પુ ભોજલરામ બાપુ ફતેપુર તા અમરેલી દેહાણ્ય જગ્યાને આ એવોર્ડ એનાયત થયો.
આ પ્રસંગે પુ. મોરારિબાપુએ કહ્યું કે, આપણી દેહાણ્ય જગ્યાઓએ ‘દેહ’ની ‘આણ્ય’ સાથે સમાજની સેવા કરી છે.આપણી આધ્યાત્મિક ધાર્મિક ચેતના અને પરંપરામાં દેહાણ્ય જગ્યાઓનું મોટું પ્રદાન રહેલું છે,
તેમ જણાવી પુ. મોરારિબાપુએ આવાં સ્થાનોની સમાધિઓ પૂજનિય ગણી. જડ એટલે સ્થિર સમાધિ, ચેતન સમાધિ, જળ સમાધિ, ભૂમિ સમાધિ, નિર્વિકલ્પ સમાધિ સાથે આદ્ય જગદગુરુ શંકરચાર્યજીનાં સૂત્રો મુજબ વાણી વિવેક, અપરિગ્રહ, કોઈ પાસે અપેક્ષા ન હોવી… વગેરે જીવતી પ્રતિભાઓની સમાધિ ગણાવી.
પુ.મોરારિબાપુએ આપણી દેહાણ્ય જગ્યાઓએ ‘દેહ’ની પોતાનાં શરીરની ‘આણ્ય’ એટલે કે જાતનાં ભોગે, તમામ પરિસ્થિતિ સામનો કરવાં સાથે સમાજની સેવા કરી છે. આવી જગ્યાઓની આ વંદના થઈ રહી હોવાનું જણાવ્યું.
પુ ભોજલરામ બાપાની જગ્યા ( ભોજલધામ ફતેપુર ) માટે મહંત પુ. ભક્તિરામબાપુને પુ. મોરારિબાપુનાં શુધ્ધ હસ્તે પુ. ધ્યાનસ્વામી બાપા એવોર્ડ અર્પણ થયો. જેમાં રું 1.25 લાખની સન્માન રાશી,સુત્ર માલા અને પ્રશસ્તિ પત્ર એનાયત થયાં.આ સમારોહમાં વિવિધ જગ્યાએઓના સંતો મહંતો પણ સામેલ થયા.
સમારોહનું સંચાલન કરનાર શ્રી હરિશ્ચંદ્રભાઈ જોષીએ ધ્યાનસ્વામી બાપા સન્માન ઉપક્રમનો સંદર્ભ ને સન્માનિત જગ્યાનો સંક્ષિપ્ત પરિચય આપ્યો હતો.માઘ પૂર્ણિમા પર્વે પાટોત્સવનુ આયોજન તથા સાધુ સમાજની 39 દિકરીઓના સમૂહલગ્નનું પણ સુંદર આયોજન થયુ.પુ.ધ્યાનસ્વામી બાપા ટ્રસ્ટના પ્રમુખ શ્રી તુલસીદાસબાપુ હરિયાણીએ સૌનું સ્વાગત કરી કાર્યક્રમની ભુમિકા આપી હતી. સન્માન સમારોહ પ્રસંગે શ્રી દુર્ગાદાસબાપુ ( સાયલા ), શ્રી જાનકીદાસબાપુ ( કમિઝળા), શ્રી લલિત કિશોરશરણબાપુ ( લીંબડી ) વગેરેએ પ્રાસંગિક વક્તવ્યમાં પોતાનો રાજીપો વ્યક્ત કર્યો.
આ સમારોહમાં પુ. રઘુરામબાપા ( વીરપુર ), પુ. વિજયબાપુ ( સતાધાર ) તથા પુ. ભક્તિરામબાપુ ( સાવરકુંડલા ) શાંતિબાપુ (સેંજળ )તેમજ મોટી સંખ્યામાં સંતો, મહંતો અને મહાનુભાવો જોડાયાં હતાં.
આ એવોર્ડ સમારોહનો પ્રારંભ 2011 થી થયો અને આ 17 મોં એવોર્ડ અર્પણ થયો.