Other

છત્રછાયા વગરની દીકરી ઓ માટે સમૂહલગ્ન નું આયોજન

આસ્થા ફાઉન્ડેશન ફાઉન્ડર શ્રી ઉપેન્દ્રસિંહ ચાવડા ભવાની બિલ્ડર્સ બોપલ અમદાવાદ દ્વારા આયોજિત સર્વ સમાજ ના માં બાપ ની છત્ર છાયા વગર ની ૧૧૧ દીકરીઓ ના સમૂહ લગ્ન તા 24 /11/2024 ના રોજ ધંધુકા મુકામે આયોજિત થનાર છે.

તેના આગલા દિવસે તા.23/11/2023 ના રોજ ભવ્ય તુલસીવીવાહ નું પણ આયોજન થવાનું છે આ તુલસી વિવાહ માં ઠાકોરજીની ભવ્ય જાન ૧૦૦૮ ગાડી ના વિશાળ કાફલા સાથે દાદા બાપુ ધામ પચ્છમ ભાલ મુકામે થીં વીર ભૂષણ વિજયસિંહજી બાપુ લઈ ને આવવા ના છે.આ જાન માં ઠાકોર જી વરરાજા ના નયનરમ્ય રૂપે ધંધુકા નગર માં રથ માં બિરાજમાન થઈ ને વિવિધ સનાતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઝાંકી ઓ તેમજ સંતો મહામંડલેશ્વર શ્રી ઓ શક્તિ સ્વરૂપા આઈ માં શ્રી ઓ તેમજ પદ્મશ્રી ધારકો તેમજ વર્લ્ડરેકોર્ડ ધારકો અને 108 લસ્કર ના જવાનો ની પરેડ સાથે પારંપરિક લોકનૃત્યો અને કીર્તન તેમજ ભજન મંડળીઓ સાથે પરિભ્રમણ કરશે.

વિશેષ વાત એ છે કે ઠાકોર જી જે રથ માં બિરાજમાન થશે એ રથ ઉપર્ શ્રી જગન્નાથપુરી ઓરિસ્સા યાત્રા ધામ મંદિરે થી ધજા આવેલ છે. એ પવિત્ર ધજા આજે વીર ભૂષણ વિજયસિંહજી ને શ્રી પ્રવિણસિંહ ગોહિલ ના હસ્તે અર્પણ કરવામાં આવી જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્ત જાનો ઉપસ્થિત રહેલ અને આ પ્રસંગે શ્રી વિજયસિંહજી બાપુ એ પ્રાસંગિક ઉદબોધન માં સમગ્ર ગુજરાત માં થી અખિલ બ્રહ્માંડ ના અધિપતિ ની જાન માં પધારવા નિમંત્રણ આપેલ અને આ પ્રસંગે પ્રવિણસિંહ ગોહિલે જાન ના ભવ્ય આયોજન અંગે માહિતી આપેલ.

અહેવાલ ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કોલવડા ખાતે ભવ્ય નેત્ર નિદાન કેમ્પ યોજાયો – 477 દર્દીઓની આંખોની તપાસ, 65 મોતીયા ઓપરેશન માટે પસંદગી

કપિલ પટેલ દ્વારા અરવલ્લી ધનસુરા તાલુકાના કોલવડા ગામે મોડાસા તાલુકા ડુંગરવાડા…

1 of 22

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *