ખેડૂતો દ્વારા ખેત તલાવડી બનાવવાનામાં આવે અને સરકાર દ્વારા ખેડૂતોને જીઓમેમ્બ્રેન ફિટ કરી આ૫વામાં આવે છે
ખેત તલાવડીથી ચોમાસાના વરસાદના પાણીનો સંગ્રહ કરી વરસાદ નહીં પડે ત્યારે પાક બચાવવામા તેમજ રવિ પાકોમા સિંચાઈ કરી શકાય છે.
સૌથી વધારે પાણીની તંગી વાળા બનાસકાંઠા જિલ્લામાં આ યોજના થકી ખૂબ સારા પરિણામ ખેડૂતો ને મળ્યા છે.
સરકારશ્રી દ્વારા પાણીની અછત ધરાવતા વિસ્તાર માટે ખેત તલાવડી બનાવામાં આવે છે.તેમાં જીઓમેમ્બ્રેન ફિટ કરવામાં આવે તો ચોમાસા દરમ્યાન વરસાદી પાણીનો સંગ્રહ કરી તેનો ઉપયોગ જ્યારે વરસાદ ન પડે ત્યારે તેવા સંજોગોમાં પાકને બચાવવા માટે તેમજ રવિ પાકમાં સિંચાઈ કરી આ સંગ્રહ કરેલ પાણીનો ઉ૫યોગ કરી શકાય તેવા ઉમદા હેતુથી સરકારશ્રી દ્વારા યોજના પાઇલોટ પ્રોજેકટ તરીકે બનાસકાંઠા જીલ્લામાં અમલમા મુકવામાં આવેલ.
જેમાં સફળતા મળતા સરકારશ્રી દ્વારા અન્ય ૧૦ જીલ્લામાં અમલવારી કરવામાં આવતા જેમાં અમરેલી જીલ્લાનો સમાવેશ ન હોવાથી આ યોજાનામા અમરેલી જિલ્લાનો સમાવેશ કરવા માટે સાવરકુંડલા-લીલીયા વિધાનસભાના વિસ્તારના લોકોની સતત ચિંતા કરનાર અને સરકારશ્રીની વિવિધ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા સતત તત્પર રહેતા નામના નહીં પણ કામના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાએ વિધાનસભા ગૃહમાં આ યોજનામાં અમરેલી જિલ્લાનો સમાવેશ કરી લાભ આપવા રજૂઆત કરેલ છે.
આ ઉપરાંત અમરેલી જિલ્લામાં ખાસ કરીને સાવરકુંડલા-લીલીયા વિસ્તારમાં ખારાપાટ ડુંગરાળ,પહાડી વિસ્તાર આવેલ હોય પાણીની તંગી રહેવાના કારણે ખેડૂતો પોતાના પાકને સિંચાઈ કરી શકાતા નથી.તેમજ અમરેલી જિલ્લાના અન્ય તાલુકામાં પણ પાણીની તંગી રહે છે.તેથી સરકારશ્રીની ખેત તલાવડીમાં અમરેલી જિલ્લાને સમાવેશ કરવામાં આવે તો ખેડૂતો આ યોજનાનો મોટા પ્રમાણમાં લાભ મેળવી શકે તેમ છે.તેથી ખેડૂતોના હિતમાં આ યોજનામાં અમરેલી જિલ્લાનો સમાવેશ કરવા વિધાનસભા ગૃહમાં ધારદાર રજૂઆત કરેલ છે.તેવુ સત્વ અટલધારા કાર્યાલયના ઇન્ચાર્જ જે.પી. હીરપરાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.