છેલ્લા પચીસ વર્ષથી આઈ.ટી. ક્ષેત્રે સાથે સંકળાયેલ, ભાવનગર ઈન્ફોર્મેશન ટેકનોલોજી એશોશી એ શા (બીઆઈટીએ) સંસ્થાના ફાઉન્ડર પ્રેસીડેન્ટ, જીટીયુમાં કમિટી મેમ્બર, બેટી બચાવો અભિયાન અંતર્ગત પીએનડીટીમાં એડવાઈજરી કમિટી મેમ્બર તેમજ અન્ય નામાંકિત સંસ્થા સાથે સેવા આપતા રહ્યાં છે. પોતાના ઈન્ફોર્મેશન ટેકનોલોજીમાં વર્ષો જુના અનુભવના આધારે સાપ્તાહિકે અલગ-અલગ વિષય પર પોતાનું મંતવ્ય છેલ્લા ઘણા સમયથી રજૂ થાય છે.
ટેકનોલોજી મેગેજીન
સીઆરએન, ડીક્યુ વીક તદુપરાંત આરબીઆઈનો એમએસએમઈ માટેનો સર્વે રીપોર્ટ તેમજ એફઆઈસીસીઆઈ (ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી)ના ડાયરેક્ટર સ્ટ્રેકહોલ્ડર અંગે રીપોર્ટ આવતા રહ્યાં છે. મિડીયા સાથે ઘણો જુનો નાતો ધરાવે છે તેજ તેમની આગવી ઓળખ છે. વધુમાં તેમનું કહેવું છે કે, મારા માટે લખાણની પ્રક્રિયા એટલે અભિવ્યક્તિ સાથે ખુદને મઠારવાનો, જાત સામે જાતને મુકીને એનું અવલોકન કરવાનો અદ્દભૂત લ્હાવો ! લખવાની ઘેલછાએ મને બહુ બધુ વિચારતા- સમજતા શીખવ્યું છે. જીવનના સારા-નરસા પાસાઓને ધ્યાનથી જોતા અને સ્થિતિઓને સાંભળતા શીખવ્યું છે. લોકો સારૂ લખાણ વાંચે, સમજે એના કરતા આ પ્રક્રિયા દ્વારા હું મારી જાતને વધારે સારી રીતે સમજું એનો વધુ મોહ છે એવું કહીશ તો કોઈ અતિશ્યોક્તિ નથી. ગોવિંદભાઈને જન્મદિવસની શુભેચ્છા.