કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જિલ્લાના વાવકંપાના એક ઈસમે શીણાવાડના એક ઈસમ પાસેથી મિત્રતા ના ધોરણે હાથ ઉછીના પૈસા લઈ સામે સિક્યોરિટી તરીકે બેન્કનો ચેક આપ્યો હતો પરંતુ નિયત સમયમાં આ રકમ પરત નહીં આપતાં ફરીયાદી એ આ આરોપી નો ચેક બેન્કમાં જમા કરાવતા અપુરતા બેલેન્સ ના કારણે ચેક પાસ ના થતા ફરીયાદીએ મોડાસા કોર્ટમાં કેશ દાખલ કરતાં નામદાર કોર્ટ દ્વારા આરોપી એ કિ.પ્રો.ક.357..3.મુજબ ફરીયાદીને વળતર પેટે તેની રકમ રૂપિયા 400000અંકે રૂપિયા ચાર લાખ પુરા દિન..30માચૂકવી આપવાનો હુકમ કર્યો છે .
જો આરોપી સદર હું રકમ ફરીયાદીને ચૂકવવામાં કસૂર કરે તો આરોપીને વધુ છ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે…આ અંગેની વિગત એવી છે કે મોડાસા તાલુકાના ખેતી અને પશુપાલન નો ધંધો કરતા કમલેશ ભાઈ જેસીગભાઈ પટેલ અને વાવ કંપાના કમલેશભાઈ અમરતલાલ પંચાલ ની મિત્રતા ની ઓરખાણ હોવાના કારણે કમલેશભાઈ અમરતલાલ પંચાલ ને નાણાંની જરૂરિયાત હોઈ કમલેશભાઈ એ નિયત સમય પુરતા હાથઉછીના રૂપિયા 400000અંકે રૂપિયા ચાર લાખ પુરા પંચાલ કમલેશભાઈ ને આપ્યા હતા અને કમલશભાઈએ સિક્યોરિટી પેટે પટેલ કમલેશભાઈ ને બેન્કનો રૂપિયા ચાર લાખનો આપ્યો હતો.
કમલેશભાઈને પૈસાનો વાયદો પુરી થતાં વારંવાર ઉઘરાણી કરવા છતાં કમલેશભાઈ પંચાલ રૂપિયા ચાર લાખ પુરા કમલેશભાઈ પટેલ ને નહીં ચુકવતા કમલેશભાઈ દ્વારા કમલેશભાઈ પંચાલે સિક્યોરિટી પેટે આપેલ ચાર લાખનો ચેક બેન્કમાં જમા કરાવતા.અપૂરતા બેલેન્સ ના કારણે ચેક પરત ફર્યો હતો.
જેના કારણે કમલેશભાઈ પટેલ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરતાં આને નામદાર મોડાસા કોર્ટમાં કરેલી શ ચાલી જતાં નામદાર કોર્ટે કમલેશભાઈ પંચાલ ને એક વરસની કેદ અને ત્રીસ દિવસ માં ચાર લાખ વળતર પેટે ચૂકવવા અને આરોપી સદરહું રકમ ચૂકવવામાં કસૂરવાર કરે તો વધુ છ માસની સાદી કેદ નો હુક્મ કરતાં આ વિસ્તારમાં સનસનાટી મચી ગઇ છે.