Other

રાષ્ટ્રીય અવકાશ દિવસ-૨૦૨૪ ની ઉજવણી કરતું જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ

ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગાંધીનગર પ્રસ્થાપિત શ્રી ધર્મભક્તિ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા આજરોજ તારીખ.૨૩/૦૮/૨૦૨૪ ના રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરવામાં આવે આ અંગે માહિતી આપતા લોકવિજ્ઞાન કેન્દ્રના ઓડીનેટર નરેશભાઈ એન. ગુંદરાણીયાએ જણાવેલ કે આપણો દેશ આજે એટલે કે 23 ઓગસ્ટ 2024 ના રોજ તેનો પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસ (India’s First National Space Day) ઉજવી રહ્યો છે. 23મી ઓગસ્ટની તારીખ હવેથી ભારતીય ઇતિહાસમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઓળખાશે. આ દિવસ ચંદ્રયાન-3 મિશનની ઐતિહાસિક સફળતાના રૂપમાં ભારતની અવકાશ યાત્રામાં એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે.

વર્ષ 2023 માં આ દિવસે, ભારત ચંદ્ર પર ઉતરનાર ચોથો અને ચંદ્રના દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રની નજીક ઉતરનાર પ્રથમ દેશ બન્યો. આ નોંધપાત્ર સિદ્ધિ સાથે, 23 ઓગસ્ટને રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. ચંદ્રયાન-3 મિશન 23 ઓગસ્ટ 2023ના રોજ સફળ રહ્યું હતું. તેણે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરીને ઈતિહાસ રચ્યો હતો. તે જ્યાં ઉતર્યું તે સ્થાન હવે શિવ શક્તિ પોઈન્ટ તરીકે ઓળખાય છે.

અવકાશ સંશોધન અને સંશોધનમાં ભારતની તકનીકી પ્રગતિની ઉજવણી કરવા માટે રાષ્ટ્રીય અવકાશ દિવસની જાહેરાત કરવામાં આવી હતી. ચંદ્રયાન-3ની સફળતાએ ભારતને વૈશ્વિક અંતરિક્ષ રેસમાં ન માત્ર એક મુખ્ય ખેલાડી બનાવ્યું પરંતુ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ISROના વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોની મહેનતને પણ માન્યતા આપી.
2024 માટે રાષ્ટ્રીય અવકાશ દિવસની થીમ “ચન્દ્રને સ્પર્શ કરતી વખતે જીવનને સ્પર્શવું: ભારતની અવકાશ સાગા” છે. જે સમાજ અને ટેકનોલોજી પર અવકાશ સંશોધનની ઊંડી અસર પર ભાર મૂકે છે. તેનો હેતુ સમાજ પર અવકાશ સંશોધનની સકારાત્મક અસરને પ્રકાશિત કરવાનો છે.

તેમજ આજના દિવસની વિસ્તૃત સમજ માટે સાયન્સ કમ્યુનિકેટર ધર્મેશભાઈ મકાણી દ્વારા વીડિયો પ્રેઝન્ટેશન કરી વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવેલ. ત્યારબાદ વકૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ આ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપી સન્માનિત કરવામાં આવેલ. તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન એકેડેમિક કો-ઓર્ડીનેટર વિજયભાઈ કોટડીયા દ્વારા કરવામાં આવેલ.

રિપોર્ટર  મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં 17મી અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે,…

1 of 20

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *