કપિલ પટેલ દ્વારા અરવલ્લી
મોડાસા નગર ની જાણીતી નાલંદા -2 ખાતે આવેલ સોસાયટીમાં પીપલેશ્વેર મહાદેવ મંદિર માં હિન્દૂ ઓના પવિત્ર ગણાતો શ્રાવણ માસ માં મંદિર ખાતે છઠ્ઠો પાટોત્સવ દરમિયાન હોમાત્મક લઘુરુદ્ર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાસ્ત્રી શશીકાંત ભાઈ ના આચાર્યપદે વૈદિક મંત્રોચ્ચાર સાથે લઘુરુદ્ર થશે
લઘુરુદ્ર ના મુખ્ય યજમાન પદે મનિષકુમાર મહેન્દ્રભાઈ પટેલ – રોશનભાઈ બાલુભાઈ પટેલ સપન મેડિકલ વાળા તેમજ ફુલહાર ના દાતા ઋષિકેશભાઈ પંડ્યા અને અમાસ ના વાઘા ના દાતા દિપાલી બેન જોષી નું મહત્વ નું યોગદાન આપ્યું
આ સમગ્ર પાટોત્સવ નું આયોજન માં હરહમેંશા સેવાકીય પ્રવૃત્તિ માં સતત અગ્રેસર અને તરબોળ રહેતા હરેશભાઇ પટેલ (રાષ્ટ્રીય સ્વયં સેવક ) લાઈફ કેર લેબોરેટરી વાળા અને પ્રકાશભાઈ પટેલ તેમજ નાલંદા સોસાયટીના તમામ સદસ્યો ખુબજ ભક્તિભાવ પૂર્વક અને શાસ્ત્રોક્ત અને વૈદિક વિધિ વિધાન દ્વારા ભક્તિમય અને આધ્યાત્મિક વાતાવરણમાં આસપાસ ની સોસાયટી તેમજ મોડાસા શહેર ના અગ્રગણ્ય આગેવાનો સાથે મોટી સંખ્યામાં જનતા ઉપસ્થિત રહી અને દરેકે મહાપ્રસાદ લઇ સમગ્ર પાટોત્સવ રંગેચંગે સંપન્ન થયો હતો તેમજ આ આયોજકો દ્વારા મહાશિવરાત્રી અને શ્રાવણ માસ તેમજ પાટોત્સવ જેવા અનેક ધાર્મિક અને આધ્યાત્મિક ઉત્સવ ઉજવણી કરવામાં આવે છે