કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સરકારી વિજ્ઞાન કોલેજ, થરાદ ખાતે કોલેજના એન.એસ.એસ. અને રંગ કળા કૌશલ્ય ધારા અંતર્ગત ગણેશ ચતુર્થી હોવાથી માટીમાંથી ગણેશ ભગવાનની મૂર્તિ બનાવની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રિ. ડો. જગદીશ એચ. પ્રજાપતિની પ્રેરણા અને માર્ગદર્શન થકી એન એસ એસ અને રંગકળા કૌશલ્ય ધારા અન્વયે આયોજિત ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવવાની સ્પર્ધામાં ૪ વિદ્યાર્થીઓએ ૨ ગ્રુપમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને ગણેશ ચતુર્થીનો માહોલ ઊભો કર્યો હતો. સૌ વિધ્યાર્થીઓએ ગણપતિ બાપા
નાદ કરી ભક્તિમય માહોલ ઊભો કર્યો હતો.
વિદ્યાર્થીઓએ બધી જ સામગ્રી પોતાની રીતે તૈયાર કરી હતી. માટી અને રંગોનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓએ પોતાના કળા કૌશલ્યની અભિવ્યક્તિ કરી હતી. સરકાર પણ પ્રદૂષણ ન થાય તે માટે માટીના ગણેશજીનું સ્થાપન કરવા આહ્વાન કર્યુ છે ત્યારે સરકારી વિજ્ઞાન કૉલેજ થરાદમાં વિધ્યાર્થીઓ પણ ઇકો ફ્રેન્ડલી વાતાવરણ માટે સજાગ બને તે હેતુથી માટીના ગણેશજીની મૂર્તિસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન. એસ.એસ ના પ્રોગ્રામ ઓફિસર પ્રા. રુદ્ર દવે અને રંગકળા કૌશલ્ય ધારાના સંયોજક પ્રા. અશોક દરજીએ કર્યું હતું. ભાગ લેનાર વિધ્યાર્થી ભાઈ બહેનોને સૌ સ્ટાફ મિત્રોએ બિરદાવ્યા હતા.