કાવ્યસ્પર્ધાના સંયોજકશ્રી ડૉ.કોસ્મિકાબેન પંચાલ(ભરૂચ) દ્વારા “રામસેતુ એજ નલસેતુ” વિશ્વકર્મા કાવ્ય સ્પર્ધા જાહેર કરવામાં આવી કાવ્ય મોકલવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર છે.
શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર સમિતિ-ગુજરાત દ્વારા રામસેતુ ધરોહરના શિલ્પકાર પ્રભુ શ્રી નલ ભગવાનની કથા આધારિત “રામસેતુ એજ નલસેતુ” વિશ્વકર્મા કાવ્ય સ્પર્ધા – ૨૦૨૫ નું આયોજન કરવામાં આવ્યું છે,કથા આધારિત સ્વરચિત કાવ્યો તારીખ ૧૫ સપ્ટેમ્બર સુધીમાં સંસ્થાના આપેલ નંબર પર મોકલી આપવા.આ કાવ્ય સ્પર્ધા ગુજરાત રાજ્ય સ્તરની રહેશે
“રામસેતુ એજ નલસેતુ” વિશ્વકર્મા કાવ્ય સ્પર્ધામાં ગુજરાતના વિવિધ શહેરમાંથી વિશ્વકર્મા પરિવારના પાંચેય પુત્રો એટલે કે લુહાર, સુથાર, કડિયા, કંસારા અને સોની પરિવારજનોના દીકરા-દીકરી તેમજ યુવાનો અને વરિષ્ઠ વડીલો ૧૮ થી ૭૦ વર્ષ સુધીના સૌ જ્ઞાતિજનો ભાગ લઇ શકશે.
આ સ્પર્ધાના માધ્યમથી આપણાં સંસ્કારો,પરંપરાગત કૌશલ્ય,કલા-કારીગરીનો આપણો પ્રાચીન વારસો છે,જે આપણી પ્રાચીન ધરોહર છે તેને જીવંત રાખવા તેમજ ભગવાન શ્રી વિશ્વકર્માના અંશાઅવતાર શ્રી નલ પ્રભુ તેમના મિત્ર પ્રભુ શ્રી નીલ જેમના કાર્યોને ઉજાગર કરવા આપણે સૌ કાવ્ય સ્વરૂપે વિચારો રજુ કરવાનો એક ઉદ્દેશ છે.
વિજેતાશ્રીઓને સ્મુતિચિન્હ તેમજ ડિજિટલ પ્રમાણપત્ર આપી તથા ભાગ લેનાર દરેક સ્પર્ધકને ડિજિટલ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે.આ કાવ્ય સ્પર્ધાના સ્મુતિ ચિન્હના દાતા તરીકે શ્રી વિશ્વકર્મા એજ્યુકેશન ટ્રસ્ટ – વલસાડના પ્રમુખ શ્રી બાબુભાઇ મિસ્ત્રી છે.આ સમગ્ર કાવ્ય સ્પર્ધાનું સંચાલન સંયોજક તરીકે ડૉ.કોસ્મિકાબેન પંચાલ(ભરૂચ) કરી રહ્યા છે.
કાવ્ય સ્પર્ધા અંગેની માહિતી માટે આપેલ નંબર પર સંપર્ક કરી શકો છો.
મયુરભાઈ(મોડાસા) 9427850097
નિલેશ કનાડીયા(વડોદરા) 9727201943
પીન્ટુભાઇ (મોરબી) 8511096426