Other

તિરંગાનાં અપમાન અને ખાલિસ્તાન સમર્થનનાં વિરોધ અંગે આવેદન આપતો ગુજરાત શીખ સમાજ

અમદાવાદ: શીખ સમાજ દ્વારા તિરંગાનાં અપમાન અને ખાલિસ્તાન સમર્થનનાં વિરોધમાં આવેદન પત્ર અમદાવાદ ખાતે આપવામાં આવ્યું હતું.

ભારત અને અન્ય દેશોમાં ખાલિસ્તાનનાં સમર્થનમાં ચાલી રહેલ ચળવળ અને ભારતનાં તીરંગાનું થયેલ અપમાનને અનુલક્ષીને એક ભારતીય તરીકેની ફરજ બજાવતા ગુજરાત શીખ સમાજે તેમનાં અધ્યક્ષ પરમજીત કૌર છાબડાની આગેવાની હેઠળ અમદાવાદ કલેકટર કચેરી ખાતે માનનીય કલેકટરશ્રીને આવેદન આપ્યું

જેમાં અમદમવાદનાં સમસ્ત ગુરૂદ્વારાનાં પ્રધાન, કમીટી તથા સમગ્ર શીખ સમાજ હાજર રહ્યા હતા. જેમાં ગુજરાત શીખ સમાજ આ નીંદાસ્પદ
ઘટનાંને વખોડે છે અને કોઇપણ દેશનું કે તેનાં પ્રતીકનું અપમાન અયોગ્ય છે સાથે એક ભારતીય તરીકે ભારતની આન-બાન અને શાન કહેવાતા રાષ્ટ્ર ધ્વજનું અપમાન અસહ્ય છે

આ મુદ્દાને વૈશ્વિક મુદો ગણાવી કાર્યવાહી કરવા આવેદન આપવામાં આવેલ અને આની નકલ માન. રાજયપાલશ્રી ગુજરાત રાજય, માન. મુખ્યમંત્રીશ્રી-ગુજરાત રાજય, માન. ગૃહમંત્રીશ્રી-ગુજરાત રાજય, માનનીય ભાજપા પ્રદેશ પ્રમુખશ્રી-ગુજરાત રાજય અને જિલ્લા કલેકટરશ્રી, અમદાવાદ ને રવાના કરવામાં આવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં 17મી અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે,…

1 of 20

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *