તા. ૩/૮/૨૦૨૨નાં રોજ ભક્તરાજ દાદા ખાચર કોલેજનાં NSS વિભાગ દ્વારા ‘આઝાદીનાં અમૃત મહોત્સવ’ અંતર્ગત ‘તિરંગાનું મહત્વ’ વિષય પર નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાનાં આચાર્યશ્રી ડૉ. સેંજળિયાએ તિરંગાનું મહત્વ સમજાવ્યું હતું, સાથે જ ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં જોડાવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતાં.
મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ નિબંધ સ્પર્ધામાં જોડાયા હતા. આ નિબંધ સ્પર્ધાનું આયોજન અને સંચાલન NSS કાર્યક્રમ અધિકારી ડૉ. વિરેનકુમાર પંડ્યાએ કર્યું હતું. કાર્યક્રમમાં IQAC કોર્ડીનેટર ડૉ. તેજસ ગાંધી, NSS કાર્યક્રમ અધિકારી પ્રા. કોમલ શહેદાદપુરી, ડૉ. વિષ્ણુભાઈ જોગરાણા, શારીરિક તાલીમ નિર્દેશક ડૉ. ચંદ્રકાન્ત ગોહેલ પણ જોડાયાં હતાં. નિબંધ સ્પર્ધામાં NSS સ્વયંસેવકો અને અન્ય વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતાં.
અહેવાલ ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર