Breaking NewsPolitics

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સ્વાસ્થ્ય માટે યુવસેના દ્વારા પ્રાર્થના પૂજાનું આયોજન કરાયું

અમદાવાદના વસ્ત્રાલ સ્થિત બાજરિયા બાપુના આશ્રમમાં યુવાસેના અમદાવાદ શહેર દ્વારા લોક લાડીલા કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિતભાઈ શાહ કોરોના મહામારી સાથે સંઘર્ષ કરી રહ્યા છે તો મહામૃત્યુંજય મંત્ર અને હનુમાન ચાલીસાના જાપ અને મન્ત્રોચ્ચાર કરીને મહાદેવ અને હનુમાન દાદા ને તેમનું સ્વાસ્થ્ય જલ્દી સારુ થઈ જાય અને જલદીથી સાજા થઈને દેશની સેવામાં ફરીથી જોડાઈ જાય તે માટે ભગવાન ને પ્રાર્થના કરી અને આ કાર્યક્રમમા મુખ્ય મહેમાન તરીકે  ભાજપના કોર્પોરેટર અનિરૂધ્ધસિંહ ઝાલા, યુવાસેના ગુજરાત પ્રદેશ પ્રભારી સુનિલભાઈ પંચાલ , અમદાવાદ શહેર પ્રમુખ રવિ રામચંદાણી, અમદાવાદ તાલુકા ઉપપ્રમુખ ગણપતભાઈ બજાણિયા, વસ્ત્રાલ વોર્ડ પ્રમુખ પંકજભાઇ પંડ્યા, ખોખરા વોર્ડ પ્રમુખ વિશાલભાઇ, વટવા વોર્ડ પ્રમુખ સૌરિન ઠાકર, પિયુષ સિંહ કુસવાહા, દિનેશભાઈ પિત્રોડા ,સુનિલભાઈ ભટ્ટ, અને અન્ય પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, કારોબારી સભ્યો,  તેમજ  આશ્રમ સ્થિત બ્રાહ્મણ જિગ્નેશભાઈ પુરાણી, ગિરનારી બાપુના સહયોગથી આ કાર્યમાં સહભાગી થયા હતા અને તેમના જલ્દી સ્વાસ્થ્યની મનોકામનાઓ કરી હતી.

રિપોર્ટ બાય સંજીવ રાજપૂત અમદાવાદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 359

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *