2022માં આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ એડી ચોંટીનું જોર લગાવી રહી છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના ઊના ખાતે આજે કોંગ્રેસ દ્વારા જન ચેતના સમેલન યોજાયું હતું. આ સંમેલનમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને કાર્યકરો જોડાયા હતા. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને હાર્દિક પટેલે સભા ગજવી હતી. જગદીશ ઠાકોરે કાર્યકર્તાઓ અને નેતાઓ.ને અત્યારથી જ કામે લાગી જવા હાકલ કરી હતી.ઊના ખાતે કોંગ્રેસ દ્વારા યોજાયેલા જન ચેતના સંમેલનમાં કોંગ્રેસનો આંતરિક કકળાટ સપાટી પર આવ્યો હતો. કોંગ્રેસના તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડ સંમેલનમાં નારાજગી વ્યક્ત કરતાં કોંગ્રેસના આગેવાનો ધંધે લાગ્યા હતા. ભગવાન બારડનું જન ચેતના સમેલન પત્રિકામાં નામ ન હોવાને લઈને ભગવાન બારડે સ્ટેજ પરજ નારાજગી વ્યક્ત કરી હતી. જેથી સ્ટેજ પરથી જ કોંગ્રેસ દ્વારા માફી માંગવામાં આવી હતી. એટલુંજ નહીં અંબરીશ ડેર, પૂજા વંશ અને ચંદ્રિકાબેન વગેરે ભગવાન બારડને સમજાવતા કેમેરમાં કેદ થયા હતા.
રિપોર્ટ પાયલ બાંભણિયા સોમનાથ