આનંદ ગુરવ. સુરત.
પેટ્રોલ – ડિઝલ – ગેસ ના ભાવમાં દિન-પ્રતિદિન બેફામ ભાવ વધારાને પગલે તમામ આવશ્યક જીવન જરૂરી ચીજવસ્તુઓમાં ભીષણ મોંઘવારીથી પીડાતી પ્રજા વતી ભાજપ સરકાર સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કરવા કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર ભારતમાં ત્રણ તબક્કામાં “મહંગાઈ મુક્ત ભારત અભિયાન” નું આયોજન કરેલ છે. જે અનુસંધાને વધતી મોંઘવારી વિરુદ્ધ સુરત શહેર-જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વનિતા વિશ્રામ ગેટ પાસે રિંગરોડ ખાતે “વિરોધ પ્રદર્શન” કાર્યક્રમ યોજાયો હતો જેમાં માજી કેન્દ્રીય મંત્રીશ્રી ડો. તુષારભાઈ ચૌધરી, શહેર પ્રમુખશ્રી નૈષધભાઈ દેસાઈ, જીલ્લા પ્રમુખ અને ધારાસભ્યશ્રી આનંદભાઈ ચૌધરી, શહેર ઉપપ્રમુખ હરીશભાઈ સૂર્યવંશી, જલ્પા ભરૂચી, નિકુંજ પારનેરીયા, જીગ્નેશ મિશ્રા, શશી દુબે, સુનાલ શેખ, રજનીકાંત જાની સહિત આશરે કોંગ્રેસનાં ૧૨૦ જેટલા અગ્રણી આગેવાન -કાર્યકરોને પોલીસ દ્વારા ડિટેન કરી પોલીસ હેડક્વાર્ટર હોલ ખાતે રાખવામાં આવ્યા છે.
દુઃખ સાથે કહેવું પડે છે કે, કોંગ્રેસ અગ્રણીઓ ડિટેન હોવા છતાં અને રાજકીય કાર્યક્રમમાં ડિટેન કરવા છતાં જાણે સૌ કોંગ્રેસ અગ્રણીઓ રીઢા ગુનેગાર હોય એમ ગૃહ રાજયમંત્રીશ્રી ભાઈ હર્ષનાં હોમટાઉન સુરત શહેરમાં પોલીસ દ્વારા માનવતાના ધોરણે પીવાના પાણીની વ્યવસ્થા સુદ્ધા કરવામાં આવી નથી. તેમજ શહેર પ્રમુખ શ્રી નૈષધભાઈ દેસાઈ ના કપડા પણ ફાડી નાખ્યા હતા. આ લોકશાહીનું હનન કરવામાં આવ્યું છે કોંગ્રેસ પાર્ટી મહાત્મા ગાંધી ના વિચારોને વરેલી સત્ય અને અહિંસાની પાર્ટી છે એ સંસ્કારના કારણે પોલીસ તંત્ર સાથે ઘર્ષણ કરેલ નથી મહત્મા ગાંધીના આદર્શ વિચાર થી કાર્યકર્તાઓએ સંયમ રહ્યો હતો. તેવું આજે પ્રત્યેક્ષ અને પરોક્ષ મીડિયા ન્યુઝ ચેનલની સામે સ્પષ્ટ જણાય આવે છે.