જિલ્લા કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવાનો ગોહિલનો કોલ
વલ્લભીપુર :
ભાવનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે ઘોઘા તાલુકાના બાડી ગામના રાજેન્દ્રસિંહ (રાજભા) ગોહિલની નિમણુંક થતા ક્ષત્રિય સમાજમાં ખુશીની લાગણી છવાઈ છે. ૧૯૮૫થી કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા ગોહિલે ૩૬ વર્ષથી કોંગ્રેસના અલગ- હોદ્દાઓ સંભાળીને કોંગ્રેસને મજબૂત કરી છે.
તેઓએ ઘોઘા તાલુકા પંચાયતના કારોબારી સભ્યો તરીકેની જવાબદારી પણ નિભાવી છે અને ઘોઘા તાલુકા પ્રમુખ તરીકેની આઠ વર્ષ જવાબદારી નિભાવી છે. તથા છ વર્ષ ભાવનગર જિલ્લા ઉપપ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી છે.
ત્યારે આજે ભાવનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકેની નિયુક્તિ થઈ છે ત્યાંરે પચ્છેગામ ગોહિલ કુળના ઇષ્ટદેવ ભગવાન મુરલીધર દાદાના દર્શનાર્થે પધાર્યા હતા. આ તકે તેઓએ વલભીપુર શહેર અને તાલુકાના કાર્યકર્તાઓ સાથે ઔપચારિક મુલાકાત કરી હતી અને આવનારી વિધાનસભા ચૂંટણીને લઈને સંગઠન મજબૂત કરીને ચૂંટણી જીતવી અને કોંગ્રેસને ગુજરાતમાં સરકાર રચવી તે અનુસંધાને એક મિટિંગનું આયોજન લીલમશાહપીરની જગ્યામાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ પ્રમુખ પ્રવિણભાઇ રાઠોડ, શહેર પ્રમુખ ભાવિક ધાનાણી, તાલુકા પ્રમુખ મનસુખભાઈ મકવાણા, તાલુકા પંચાયતના વિરોધપક્ષના નેતા પ્રભાતસિંહ વેગડ, વિનુભાઈ વઘાસિયા, રાયશંગભાઈ પરમાર, નાનુભાઈ કુકડીયા, સુરૂભા વડોદ, દશરથ મસિંહ ગોહિલ સહિત ઉપસ્થિત રહ્યા હતા. શહેર તાલુકામાંથી કોંગ્રેસ કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
ત્યારબાદ વલભીપુર સરકારી હોસ્પિટલના ડોક્ટર હડતાલ ઉપર હોય તેમની પણ મુલાકાત લીધી હતી અને હોસ્પિટલના બિલ્ડીંગ ખુબ જર્જરિત હોવાનું નિરીક્ષણ કરીને દર્દીઓ હોસ્પિટલ આવે ત્યારે લેબોરેટરી વિભાગ, ગાયનેક વિભાગ તમામ વિભાગમાં ખૂબ મોટા પ્રમાણમાં સ્લેબ ટુટેલા છે અને અલગ વિભાગોમાં ડોક્ટરની ધટ, હોસ્પિટલના ત્રણ માળ હોવાથી બે માળને તો સીલ કરવામાં આવેલા છે હાલ હોસ્પીટલ ગ્રાઉન્ડ પર ચાલી રહ્યું છે ત્યારે વલભીપુરના લોકોને હોસ્પિટલ નવું મળશે એ અંગે શંકા દર્શાવી ભારતીય જનતા પાર્ટીના કહેવાતા વિકાસકાર્યોની પોલ છતી કરી હતી.
એહવાલ ધમેન્દ્રસિંહ સોલંકી વલભીપુર