Politics

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટર કચેરી ખાતે “લોકશાહી બચાવો-સંવિધાન બચાવો” ની માંગ સાથે મૌન ધરણા યોજાયા.

 શહેર કોંગ્રેસ ના હોદેદારો, આગેવાનો, કાર્યકરો દ્વારા કાળા બલુન ઉડાવી તેમજ મો પર કાળા માસ્ક પહેરી મૌન ધરણા કરવામાં આવ્યા.
 જેમાં પોલીસ દ્વારા તમામ આગેવાનો કાર્યકરો ની અટક કરી હેડકવાર્ટર ખાતે લઈ ગયેલ.
 કેન્દ્ર તથા રાજયની ભાજપ સરકારની પ્રજા વિરોધી નીતિ અને સરમુખત્યારશાહી વલણને લીધે રાજય ની પ્રજા ત્રસ્ત બનેલી છે. પ્રજા વીજળી, મોઘવારી, સરકારી નોકરીઓમાં વારંવાર ગેરરીતી, પેપર લીક કાંડ સહિતની અનેકવિધ સમસ્યાઓથી ઘેરાયેલા છે જયારે બીજી બાજુ સરકારના પ્રજા વિરોધી નિર્ણયો સામે વિરોધ વ્યક્ત કરવાની પ્રજાની મૂળભૂત સ્વતંત્રતા ઉપર પણ કાપ મુકવામાં આવ્યો છે કેન્દ્ર અને રાજય સરકારે વિરોધ વ્યક્ત કરનારાઓ સામે પણ પ્રતિબંધક કાનૂની જોગવાઇઓના બેફામ દુરુપયોગ કરવાનું વલણ અપનાવ્યું હોવાથી પ્રજામાં ભય અને દહેશતનું વાતાવરણ પેદા થયું છે.-પ્રદીપ ત્રિવેદી પ્રમુખ શહેર કોંગ્રેસ

તા. ૨૫ એપ્રિલ, ૨૦૨૨ ને સોમવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટર કચેરી ખાતે “લોકશાહી બચાવો-સંવિધાન બચાવો” ની માંગ સાથે મૌન ધરણા યોજાયા. શહેર કોંગ્રેસ ના હોદેદારો, આગેવાનો, કાર્યકરો દ્વારા કાળા બલુન ઉડાવી તેમજ મો પર કાળા માસ્ક પહેરી મૌન ધરણા કરવામાં આવ્યા. જેમાં પોલીસ દ્વારા તમામ આગેવાનો કાર્યકરો ની અટક કરી હેડકવાર્ટર ખાતે લઈ ગયેલ. ત્યારે પ્રદીપ ત્રિવેદી દ્વારા કહેવામાં આવ્યું હતું કે કેન્દ્ર તથા રાજયની ભાજપ સરકારની પ્રજા વિરોધી નીતિ અને સરમુખત્યારશાહી વલણને લીધે રાજય ની પ્રજા ત્રસ્ત બનેલી છે.

પ્રજા વીજળી, મોઘવારી, સરકારી નોકરીઓમાં વારંવાર ગેરરીતી, પેપર લીક કાંડ સહિતની અનેકવિધ સમસ્યાઓથી ઘેરાયેલા છે જયારે બીજી બાજુ સરકારના પ્રજા વિરોધી નિર્ણયો સામે વિરોધ વ્યક્ત કરવાની પ્રજાની મૂળભૂત સ્વતંત્રતા ઉપર પણ કાપ મુકવામાં આવ્યો છે કેન્દ્ર અને રાજય સરકારે વિરોધ વ્યક્ત કરનારાઓ સામે પણ પ્રતિબંધક કાનૂની જોગવાઇઓના બેફામ દુરુપયોગ કરવાનું વલણ અપનાવ્યું હોવાથી પ્રજામાં ભય અને દહેશતનું વાતાવરણ પેદા થયું છે. આવી જ કાનૂની જોગવાઈનો દુરુપયોગ કરીને વડગામના ધારાસભ્યશ્રી જીગ્નેશભાઈ મેવાણીની તદન વાહિયાત કારણોસર ધરપકડ કરીને ભાજપ સરકારે બ્રિટિશ રાજય ની યાદ તાજી કરી છે ત્યારે હમેશની જેમ સત્ય અને પ્રજાને પડખે રહેવાની નીતિ અને વલણ ધરાવતો કોંગ્રેસ પક્ષ આવા સરકારના જન વિરોધી નિર્ણયો સામે પ્રજાનો અવાજ બુલંદ કરવાના પ્રયાસ ને ઉજાગર કરે છે. આ કાર્યક્રમમાં શહેર પ્રમુખ પ્રદીપ ત્રિવેદી, મનપા ના વિપક્ષીનેતા ભાનુબેન સોરાણી, પ્રદેશ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા, પ્રદેશ મહામંત્રી મહેશભાઈ રાજપુત,અશોક ડાંગર, દિનેશભાઈ મકવાણા, ભરતભાઈ મકવાણા, આદિત્યસિંહ ગોહેલ, દિપ્તીબેન સોલંકી, ફ્રન્ટલસેલના ચેરમેનો નરેશભાઈ સાગઠીયા, રણજીતભાઈ મુંધવા, ઘનશ્યામભાઈ મકવાણા, વોર્ડ પ્રમુખો વાસુદેવભાઈ ભભાણી, પૂર્વ કોર્પોરેટર અતુલભાઈ રાજાણી, દિલીપભાઈ આશવાણી, જયાબેન ટાંક તેમજ આગેવાનો જગદીશભાઈ સાગઠીયા, મિલનભાઈ પરમાર, દેવેન્દ્રસિંહ રાણા, દીપેનભાઈ ભગદેવ, રમેશભાઈ જુન્જા, મહેશભાઈ પરમાર, જગદીશભાઈ ઠુંન્ગા, જીતેન્દ્રભાઈ ઠાકર, સરોજબેન રાઠોડ, ચંદ્રિકાબેન વરાણીયા, હીરબા રાઠોડ સહિતનાઓ ની પોલીસ દ્વારા અટક કરી હેડકવાર્ટર ખાતે લઈ જવાયા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાજપના સદસ્યતા અભિયાન અંતર્ગત કાર્યકર્તા તરીકે સમગ્ર ગુજરાત રાજયમાં પ્રથમ ક્રમ મેળવતા વનરાજસિંહ એલ. બારડ

સમગ્ર દેશમાં બીજી સપ્ટેમ્બર-૨૦૨૪ થી માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબના…

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ભાવનગર જિલ્લાની સંભવત: મુલાકાત સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઇ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તારીખ ૨૧મી જુલાઈનાં ગુરુપૂર્ણિમાના અવસરે…

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અમદાવાદ ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી…

ડો.મહેશભાઈ રાજપુત સહિતના ઓબીસી વિભાગના નવનિયુક્ત હોદ્દેદારોએ પ્રદેશ કાર્યાલય ખાતે પદભાર સંભાળ્યો.

ઓબીસી ડીપાર્ટમેન્ટના નવનિયુક્ત હોદ્દેદારોનો ભવ્યાતિભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો…

1 of 23

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *