ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્ય અને ખેડબ્રહ્મા હર હંમેશ ચિંતા કરનાર અને ખેડબ્રહ્મા પોશીના વિજયનગર અવિરત વિકાસ ના પંથે લઈ જનાર એવા બેન શ્રી રમીલાબેન બારા ને રાજ્યસભામાં સાંસદ તરીકે જીત થયા બાદ ત્યારબાદ રમીલા બેન બારા એ લીધી ખેડબ્રહ્મા ની મુલાકાત…
ખેડબ્રહ્મામાં રમીલાબેન ના આગમનથી ખેડબ્રહ્માના ભાજપના કાર્યકર્તાઓ અને સંગઠનમાં હર્ષ ઉલ્લાસ ની લાગણી થવા પામી હતી ગઈકાલે સાંજના છ વાગ્યાના સમયે રમીલાબેન બારા સર્કિટ હાઉસમાં આવતાની સાથે કાર્યકર્તાઓમાં ઉષા જોવા મળ્યો હતો કાર્યકર્તાઓ અને હોદ્દેદારોએ ભવનના જીતની ખુશીમાં બેનને ફુલ હાર બુકે તથા માતાજીની પ્રતિમાઓ ભેટ આપી બંને સાંસદ બનવા ની શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે ખેડબ્રહ્મા પોશીના અને વિજયનગર ના પ્રમુખ મહામંત્રી તથા હોદ્દેદારો હાજર રહ્યા હતા ખેડબ્રહ્માના શહેર પ્રમુખ મહામંત્રી તથા નગરપાલિકાના સબ સદસ્યો હાજર રહી રાજ્યસભાના સાંસદ શ્રીમતી રમીલાબેન બારા ને શુભેચ્છાઓ પાઠવી હતી
રિપોર્ટર નિકુંજ રાવલ ખેડબ્રહ્મા