મનરેગામાં સ્થાનિક મજૂરોને કામ મળવું જોઈએ પરંતુ અહીંયા મધ્યપ્રદેશના મજૂરોને કામ આપવામાં આવ્યું છે: રેશ્મા પટેલ
*lઆમ આદમી પાર્ટીનું માનવું છે કે દરેક કામનો વિકાસ ભ્રષ્ટાચાર વગર થવો જોઈએ: રેશ્મા પટેલ
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્માબેન પટેલે માળીયાહાટી તાલુકાના ભ્રષ્ટાચાર મુદ્દે એક વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે અમે જુનાગઢ જિલ્લા પ્રમુખ રાજુભાઈ બોરખતરીયા સહિત સમગ્ર જિલ્લાની ટીમ દ્વારા માળીયા હાટી તાલુકામાં જ્યાં રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હતો તે જગ્યાની મુલાકાત લીધી. આમ આદમી પાર્ટીના વિધાનસભા ઉમેદવાર પિયુષભાઈ પરમારે મનરેગાના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડ્યો હતો. પિયુષભાઈએ આ ભ્રષ્ટાચારનો વિડીયો બનાવીને આ ભ્રષ્ટાચારની પોલ ખોલી હતી અને આ મુદ્દા પર આમ આદમી પાર્ટીએ આવેદનપત્ર પણ આપ્યું હતું. અને આજની તારીખમાં આપ જોઈ શકો છો કે જે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો હતો તે જગ્યા પર કામકાજ સુધારવામાં આવ્યું છે અને સમારકામ કરવામાં આવી રહ્યું છે.
આ આમ આદમી પાર્ટીની શક્તિ છે કે આમ આદમી પાર્ટીએ અવાજ ઉઠાવ્યો ત્યારબાદ તંત્ર દ્વારા સારું કામ કરીને સુધારવામાં આવ્યું. અહીંયા આવ્યા બાદ અમને જાણવા મળ્યું કે મધ્યપ્રદેશના મજૂરો અહીં કામ કરી રહ્યા છે. હકીકતમાં મનરેગા યોજના અંતર્ગત ગામના સ્થાનિક મજૂરોને કામ મળવું જોઈએ. આ પણ ખૂબ જ ચોંકાવનારું હતું. આમ આદમી પાર્ટી હમેશા ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડતી આવી છે અને આ મનરેગાના કામોમાં અમે અધિકારીઓ સાથે સંપર્કમાં રહીશું અને કોશિશ કરીશું કે હાલ બનાવવામાં આવતા રોડ રસ્તા વધુને વધુ મજબૂત બને. આમ આદમી પાર્ટીનું માનવું છે કે દરેક કામનો વિકાસ ભ્રષ્ટાચાર વગર થવો જોઈએ.
આ દરમિયાન પ્રદેશ મહિલા પ્રમુખ રેશમા પટેલની સાથે સાથે જિલ્લા પ્રમુખ રાજુભાઈ બોરખતરીયા , ધીરુભાઈ ગોહેલ, માલદે ભાઈ પરમાર, મહેશભાઈ મકવાણા, શહેર પ્રતાપભાઇ રાઠોડ, લાખા ભાઈ મકવાણા, રાણાભાઈ સિંધવ, સમજુભાઈ રાજાની , કાથડભાઈ જેઠવા, સરપંચ કિશોર ભાઈ રાઠોડ , શોભનાબેન બાબરીયા , આશાબેન , મહાવીરસિંહ બાપુ ચુડાસમા , ઇસ્માઇલ ભાઈ , ભરતભાઈ સોંદરવા સહીતના હોદેદારો-કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.