કપિલ પટેલ દ્વારા અરવલ્લી
વિધાનસભા ચૂંટણી ના પરિણામ જાહેર થઈ ગયા છે ત્યારે અરવલ્લી જિલ્લા ની 3 બેઠકો ના પરિણામ પણ જાહેર થઈ ગયા છે,જિલ્લા ની 3 બેઠકો પર કોંગ્રેસના સુપડાં સાફ થઈ ગયા છે,મોડાસા અને ભિલોડા બેઠક પર ભાજપ જીત્યું છે જ્યારે બાયડ બેઠક પર અપક્ષ ઉમેદવાર ની જીત થઈ છે.
.
.મોડાસા બેઠક પર ત્રિપાખિયા જંગની શક્યતાઓ પર જ્યારે પરિણામ જાહેર થયું ત્યારે પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું,મોડાસા બેઠક પર ભાજપના ઉમેદવાર ભીખુસિંહ પરમાર ને 98475 મત મેળવ્યા હતા.ભાજપના સૌથી નજીકના હરીફ ઉમેદવાર અને સતત ત્રીજી વખત ચૂંટણી લડેલા કોંગ્રેસી ઉમેદવાર રાજેન્દ્રસિંહ ઠાકોર ને 63687 મત મળતા કોંગ્રેસ ને ભાજપે 34968 ની લીડથી હાર આપી હતી.
ભિલોડા બેઠક પર પણ ભાજપના ઉમેદવાર પીસીબરંડા ને 90396 મત મળ્યા હતા.આ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર રૂપસીભાઈ ભગોરા ને 61628 મત મળ્યા હતા. જ્યારે પરિણામ માં ત્રીજા નંબરે રહેલા કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રભાઈ પારઘી ને 42831 મત મળ્યા હતા.આમ ભિલોડા બેઠક પર ભાજપના ઉમેદવારે નજીકના હરીફ ઉમેદવાર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ને 28768 મત થી શિકસ્ત આપી હતી.
ટિકિટોની જાહેરાત થયા બાદ સૌથી ચર્ચાસ્પદ બનેલી બાયડ બેઠક પર ત્રિપાખીયા જંગમાં ભાજપ,કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર વચ્ચે ભારે કશમકશ જોવા મળી હતી.મતગણતરી બાદ જાહેર થયેલા પરિણામમાં વિજેતા બનેલા અપક્ષ ઉમેદવાર ધવલસિંહ ઝાલા ને 67078 મત મળ્યા હતા,તેઓના નજીકના હરીફ એવા ભાજપના ભીખીબેન પરમારને 61260 મત મળ્યા હતા,તો ત્રીજા નંબરે રહેલા મહેન્દ્રસિંહ વાઘેલાને 29874 મત મળ્યા હતા.આમ અપક્ષ ઉમેદવાર ભીખીબેન ને 5818 મતથી પરાજય આપ્યો હતો.