રિપોટ બાય નરેશ ડાખરા ભાવનગર
ભાવનગર ભાજપ જિલ્લા પ્રમુખ મુકેશ લંગાળીયા કે જે ભૂતકાળમાં ચારિત્ર્ય ને લઈ અનેક વાર વિવાદોમાં આવી ચુક્યા છે તેની વિરુદ્ધ વધુ એકવાર મહિલા દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવતા અને ન્યાય ન મળે તો સચિવાલયમાં જ આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી છે.
ભાવનગરના પૂર્વ જિલ્લા ભાજપ મહિલા પ્રમુખ ગીતાબેન કોતર કે જે નું થોડા સમય અગાઉ જિલ્લા પ્રમુખે રાજીનામુ લઈ લીધું હતું જેમાં પણ આ સ્વમાની મહિલા તેના તાબે ન થઈ હોય જ્યારે બીજી તાબે થનાર મહિલા ને આગળ કરી ગીતાબેન કોતર ને હેરાન કરવાનું પણ શરૂ કર્યું હતું.
આ સમગ્ર બાબત જેમાં ત્રણ પાનાંનો નનામો લેટર જેણે ભારે ચકચાર જગાવી છે.આ લેટર સી.આર.પાટીલ થી લઇ તમામ સુધી કોઈને કોઈ રીતે પહોંચ્યો છે પણ કોઈ પગલાં સંગઠન દ્વારા ન કરવામાં આવતા આ મહિલા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ને મળી ન્યાય ની માંગ કરી હતી.
પ્રદેશ સંગઠન ના ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા સાથે સી.આર.પાટીલે ગીતાબેન ને વાત કરવાનું કહેતા મહેન્દ્રસિંહ પણ આ પ્રમુખ ના આ લખણ જાણે છે તેમ કહેતા આ મહિલાએ ન્યાય માટે આજે પ્રેસ યોજી પોતાની વાત કરી હતી.
જેમાં શુ ભાજપ ના નેતા પાસે મહિલાઓ સરેન્ડર થાય તો જ પદ મળે સહિતના મુદ્દાઓ મહીલા એ રડતા રડતા કહી પોતાનો ભોગ ભલે લેવાયો પણ બીજી કોઈ મહિલા નો ભોગ ન લેવાય અને આવનારા સમયમાં ચૂંટણી માં ભાજપ ને નુકશાન ન થાય માટે આવા વ્યક્તિ ને પદ અને પાર્ટી માંથી દુર કરવાની માંગ કરી હતી.
સાથે એમ પણ કહ્યું કે ચૂંટણી સમયે જેટલા મુદ્દાઓ નહિ હોય એનાથી વધારે આ પ્રમુખ ના સ્કેન્ડલ બહાર આવશે
ભાજપ પૂર્વ મહિલા પ્રમુખ ગીતાબેન કોતર દ્વારા જિલ્લા પ્રમુખ સામે ગંભીર આક્ષેપ.
શિહોર ખાતે પૂર્વ મહિલા પ્રમુખે રડતા રડતા જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાલિયા અંગે ગંભીર આક્ષેપ કર્યા.
જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાળિયા ના તાબે થનાર મહિલા ને જ પક્ષમાં આગળ વધવા નો મોકો મળે છે.
આવા હલકી માનસિકતા ધરાવતા ચરિત્રહીન આગેવાનો ને ભાજપ કેમ છાવરી રહી છે.
મુકેશ લંગાલીયા અગાઉ પાર્ટીમાં ઉપાધ્યક્ષ હતા એ સમયે પણ આવાજ આક્ષેપ ને લઈને તેમને પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
આગામી દિવસોમાં આવા લોકો સામે પાર્ટી કોઈ કડક પગલાં નહિ ભરે તો પોતાનો ભોગ આપવા પણ પૂર્વ મહિલા પ્રમુખે ચીમકી ઉચ્ચારી છે.