Breaking NewsGujaratPolitics

નર્મદા ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના કોર્ટે શરતી જામીન મંજૂર કર્યા.

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ વન વિભાગના કર્મચારીઓને ધમકાવવા અને તેમને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવા સાથે હવામાં ફાયરિંગ કરવાના આરોપ લાગ્યા હતા.ધારાસભ્ય ચૈતર વસાવાના કોર્ટે શરતી જમીન મંજૂર કર્યા છે.જ્યાં સુધી કેસ ચાલે ત્યાં સુધી નર્મદા જિલ્લાની હદની બહાર રહેવાની શરતે 39 દિવસ બાદ કોર્ટે જામીન આપ્યા છે.

રાજપીપળા કોર્ટમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન માટે 20મી જાન્યુઆરીએ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.એડવોકેટ સુરેશ.કે.જોશીની દલીલને ધ્યાનમાં રાખી જજે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના 1 લાખ રૂપિયાના શરતી જામીન મંજૂર કર્યા છે.જિલ્લાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક સેસન કોર્ટ જજ એન.આર.જોશીએ ચૈતર વસાવાના જામીન મંજૂર કર્યાં છે.જ્યાં સુધી કેસનો નિકાલ ન આવે ત્યાં સુધી નર્મદા જિલ્લાનાની હદમાં પ્રવેશવું નહીં એ શરતે જામીન મંજૂર કરવામાં આવ્યા છે.ચૈતર વસાવાને જામીન તો મળ્યા,પરંતુ હજુ મુશ્કેલી ઓછી થઈ નથી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત મીડિયા ક્લબ આયોજિત ‘ભારતકૂલ’ કાર્યક્રમનો અમદાવાદમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી…

ભાજપના સદસ્યતા અભિયાન અંતર્ગત કાર્યકર્તા તરીકે સમગ્ર ગુજરાત રાજયમાં પ્રથમ ક્રમ મેળવતા વનરાજસિંહ એલ. બારડ

સમગ્ર દેશમાં બીજી સપ્ટેમ્બર-૨૦૨૪ થી માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબના…

ગુજરાતનો દરિયો ડોલ્ફિનનું ‘ઘર’ ગુજરાતમાં કચ્છ થી ભાવનગર સુધીના દરિયાકિનારે ડોલ્ફિનનું અસ્તિત્વ નોંધાયું

ગાંધીનગર, સંજીવ રાજપૂત: વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે,…

1 of 364

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *