જુનાગઢ સિવિલ હોસ્પિટલ માં ઘણા દર્દીઓ રોજેરોજ સારવાર માટે આવે છે, જીવ બચાવા માટે આવે છે અને અવ્યવસ્થા ના કારણે અનેક મુશ્કેલીઓ નો સામનો કરે છે. વધારામાં કેશ નોંધવા દર્દી ને ટોકન સિસ્ટમ ની આંટીઘૂંટી માં નાખી
`દાઝ્યા ઉપર ડામ ’ દેવા જેવી પરિસ્થિતિ નું નિર્માણ તમે કર્યું છે. જીવ બચાવા આવતા દર્દી શારીરિક રિતે પીડાતા હોય છે અને આવી અનેક અવ્યવસ્થા થી માનસિક પીડાઈ ને હિંમત હારે છે,
ગરીબ મધ્યમ વર્ગ આર્થિક રીતે નબળો વર્ગ જ સિવિલ હૉસ્પિટલ માં આવતો હોઈ છે ત્યારે આવા આર્થિક- માનસિક- શારીરિક હેરાન પરેશાન દર્દી સાથે ના આ વ્યવહાર માનવતા ને શરમાવે એવા છે, અમે આમ આદમી પાર્ટી નીચેની માંગણીઓ કરી તાત્કાલિક વ્યવસ્થા સુધારવા વિનંતી સાથે માંગણી કરીએ છીએ,
1)દર્દી ને કેશ કઢાવા ટોકન સિસ્ટમ બંધ કરો અને કેશ કાઢવાની વ્યવસ્થા સરળ બનાવો,
૨)દર્દી ને સારવાર માટે અહી- તહીં દોડાવા માં આવે છે તો તેના નિવારણ માટે દર્દી ને સચોટ અને પૂરી માહિતી મળે તે માટે ‘ માહિતી કેન્દ્ર ‘ માં જાણકાર સ્ટાફ ને બેસાડો,
૩)ખૂટતા સર્જન, ડોક્ટર ની તાત્કાલિક ભરતી કરો.
૪)હોસ્પિટલ ના તમામ શૌચાલયો ખુલ્લા કરો અને સફાઈ માં વિશેષ ધ્યાન આપો , સિવિલ માં આવેલી લિફ્ટો બંધ રાખવામાં આવે છે તેને ચાલુ કરો,
૫)જનતા ના ટેક્સ ના પૈસે દર્દી માટે કરોડો રૂપિયા ખર્ચ કરેલી સિવિલ હોસ્પિટલ માં સાધનો, જરૂરિયાતો વધારો કરી ઇન્ફ્રાસ્ક્ચર નો સદઉપયોગ કરી, વ્યવસ્થા સુધારી દર્દી ને રાહત આપવા અમારી માંગ છે
આ દરેક માંગણી તાત્કાલિક પૂર્ણ કરવા અમારી આ ઊગ્ર રજૂઆત છે, આગામી દિવસો માં ‘ જનતા રેડ ‘ કરી આવીજ રીતે અમે આમ આદમી પાર્ટી સિવિલ ની મુલાકાત લેતા રહીશું