જૂનાગઢમાં ’આપ’ નેતા રેશ્મા પટેલની આગેવાનીમાં મોટી સંખ્યા માં મતાઓ-બહેનો-યુવાનો આમ આદમી પાર્ટી સાથે વિધિવત જોડાયા*l
જાણકારો મુજબ લોકોને હવે ભાજપ કરતા આમ આદમી પાર્ટીમાં વિશ્વાસ બેસતો વધુ જોવા મળે છે.
અમારી હિંમત- શક્તિ બનવા બદલ ગુજરાતની જનતાનો હું આભાર માનું છું : રેશમા પટેલ
ભારતીય જનતા પાર્ટીમાં દિવસે ને દિવસે આંતરિક જૂથવાદ અને બીજા અનેક પરિબળોને લીધે ડખા વધતા જ જાય છે. આ બધા કારણોસર ભાજપ લોકહિતના પ્રશ્નોને વાચા આપવામાં સદંતર નિષ્ફળ નીવડી છે. જાણકારો તો ત્યાં સુધી કહે છે કે લોકોને હવે ભાજપ કરતા આમ આદમી પાર્ટીમાં વિશ્વાસ બેસતો વધુ જોવા મળે છે.
એક પછી એક રીતે આમ આદમી પાર્ટી જે રીતે પ્રજાના પ્રશ્નોને ઉજાગર કરી સરકારને ભીંસમાં લેતી જોવા મળે છે તે જોતા ખૂબ ઝડપથી આમ આદમી પાર્ટી લોકોના હૃદયમાં સ્થાન મેળવવામાં સફળ રહી છે. લોકોને હવે ભાજપના ખોખલા વચનોમાં કોઈ રસ રહ્યો હોય તેમ લાગતું નથી.
આવી જ રીતે લોકો હવે ભાજપ કે કોંગ્રેસ જેવા પક્ષોને છોડીને આમ આદમી પાર્ટીમાં પોતાનું ભવિષ્ય જુવે છે. આમ આદમી પાર્ટી પર ભરોસો કરીને આજે જૂનાગઢ ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં માતાઓ , બહેનો અને યુવાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
આ તકે ’આપ’ પ્રદેશ મહિલા અધ્યક્ષા રેશ્મા પટેલે જણાવ્યું કે ગુજરાત પરિવર્તન માંગે છે, આવી જ રીતે જનતાના આશીર્વાદથી અમે લડીશું અને જીતીશું. હું અમારી હિંમત- શક્તિ બનવા બદલ ગુજરાતની જનતાનો આભાર માનું છું.
આ પ્રસંગે આમ આદમી પાર્ટીના હોદેદારો કિશોરભાઈ સાવલિયા, મનસુખભાઈ ડોબરીયા, ભૌતિકભાઈ ભૂત, પી.એલ.રવિપરા, પ્રફુલભાઈ મોનપરા, આશાબેન સહિતના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.