કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ખેલમહાકુંભનો શુભારંભ શાળાકીય રમતોની શરૂઆતથી થતાં ધનસુરા ઓધવ વિદ્યા મંદિરમાં શાળાકીય એથ્લેટિક્સ રમતો રમાઈ.જેમાં દોડ, કૂદ અને ફેંક જેવી રમતોનો સમાવેશ થાય છે. આ સ્પર્ધાઓ શાળાના આચાર્ય શ્રી જીજ્ઞેશભાઈ પટેલની અધ્યક્ષતા માં તેમજ શાળાના વ્યાયામ શિક્ષક શ્રી રાકેશભાઈ પ્રજાપતિ તેમજ સહાયક શિક્ષક કૃતાર્થભાઈ પટેલ દ્વારા એથ્લેટિક્સ સ્પર્ધાઓ યોજાઇ આ સ્પર્ધામાં વિજેતા ખેલાડીઓ આગામી તા.૨૫-૩-૨૨ અને તા.- ૨૬-૩-૨૨ ના રોજ તાલુકા કક્ષાએ રમવા જશે