સાબરકાંઠા જિલ્લાના આદિજાતિ વિસ્તાર પોશીના તાલુકાની દંત્રાલ સરકારી માધ્યમિક શાળાના સાત વિદ્યાર્થીઓ એથ્લેટિકસ સ્પર્ધામાં તાલુકા કક્ષાએ વિજય મેળવી શાળાને ગૌરવ અપાવ્યું છે.
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ખેલ મહાકુંભ થકી વિદ્યાર્થીઓની પ્રતિભા ખીલવવી તેમજ તેમની શારીરિક તેમજ માનશિક શક્તિઓ વધારવી અને ખેલ ભાવના જેવા ઉમદા ગુણોનો વિકાસ થાય તેવા આશયથી તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેલ મહાકુંભ ની શરૂઆત કરી હતી.
આ ખેલ મહાકુંભમાં સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર પોશીના તાલુકાના દંત્રાલ સરકારી માધ્યમિક શાળાના સાત વિધાર્થીઓ એથ્લેટિકસ સ્પર્ધામાં તાલુકા કક્ષાએ વિજયી બન્યા. જેમાં અંડર-૧૪માં ડાભી કલ્પેશ -૪૦૦મીટર દોડ, ડાભી સુમિત્રા ૨૦૦ મીટર દોડમાં પ્રથમ ક્ર્મ તેમજ ડાભી પરેશ ૪૦૦મીટરમાં તૃતિયક્ર્મ તેમજ અંડર-૧૭માં નિશા ડાભી ૪૦૦મીટર દોડ અને જીના ડાભી લાંબી કૂદમાં પ્રથમ તેમજ રાહુલ ડાભી ૧૦૦મી દોડ અને શંકર ડાભી લાંબી કૂદમાં તૃતિય ક્ર્મ મેળવ્યો હતો. આમ એક જ શાળાના ૭ વિધાર્થીઓએ તાલુકા કક્ષાએ ઝળકી શાળાને ગૌરવ અપાવ્યું હતું.