Sports

11 ડી એલ ઇન્વીટેશનલ જીમ્નાસ્ટિક્સ ચેમ્પિયનશિપ 2024 મા અંબાજીના તનીશ જોશીએ ઓલ ઇન્ડિયા મા ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યો

શકિતપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ગામ ખુબજ નાનું ગામ છે પણ ચોક્કસ પણે કહી શકાય છે કે આ ગામ ગુજરાત નું સૌથી મોટું શક્તિપીઠ ગણાય છે.અંબાજી ખાતે સારી સ્કુલ ન હોઈ અંબાજી ના બાળકો રાજસ્થાન અભ્યાસ કરવા જાય છે અથવા તો બીજા રાજ્યમાં અભ્યાસ કરવા જઈ રહ્યા છે ત્યારે અંબાજી ખાતે રાજેન્દ્ર નગર મા રહેતા તનીશ કમલેશ જોશીએ ઓલ ઈન્ડિયા 11 મા ડી એલ ઇન્વીટેશનલ જીમ્નાસ્ટિક ચેમ્પિયનશિપ 2024 ઉત્તર પ્રદેશના આગરા ખાતે યોજાઈ હતી જેમાં ભાગ લીધો હતો.

આ ચેમ્પિયનશિપમાં ગુજરાત અને દેશભરના અલગ અલગ રાજ્યમાંથી ઘણા બાળકો ભાગ લેવા આવ્યા હતા, વેલ્યુટિંગ ટેબલ મા તનીશ જોષી ગોલ્ડ મેડલ જીત્યો હતો જયારે પોમલ હોર્સ મા તનીશ જોષી સિલ્વર મેડલ જીત્યો હતો. આગ્રાના એમએલસી વિજય શ્રીવર દ્વારા તનીશ જોશીને ગોલ્ડ અને સિલ્વર મેડલ આપવામાં આવ્યા હતા. તેમના પિતા કમલેશ જોષી પણ આગરા ખાતે હાજર રહ્યા હતા.

સાથે સાથે કહી શકાય કે અંબાજીના તનીશ જોશી અગાઉ પણ ગોલ્ડ મેડલ જીમનાસ્ટિકમાં ઓલ ઇન્ડિયામાં મેળવેલ છે. અંબાજી ખાતે તેમના પરિવારના સભ્યો અને મિત્રોમાં ખુશી છવાઈ ગઈ હતી.

પ્રહલાદ પૂજારી,અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગોધરા સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે વિવિધ વયજૂથના ભાઈઓ માટે જિલ્લાકક્ષાની બેડમિન્ટન સ્પર્ધા યોજાઇ

એબીએનએસ, ગોધરા (પંચમહાલ): રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવુતિઓ વિભાગ, ગાંધીનગર…

ખેલમહાકુંભ ૩.૦ અંતર્ગત ગોધરા ખાતે ભાઇઓ અને બહેનો માટેની તાલુકાકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધા યોજાઇ

એબીએનએસ, ગોધરા (પંચમહાલ):: રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ,ગાંધીનગર…

૨૮મી ઓલ ઇન્ડિયા પોલીસ ગોલ્ફ ટૂર્નામેન્ટના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેતા રાજ્યના મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાણંદ ખાતે ૨૮મી ઓલ ઇન્ડિયા…

1 of 14

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *