અમદાવાદ, સંજીવ રાજપૂત: પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરના સેક્રેટરી સચિન શર્મા (IRTS 2008) એ 14 થી 15 ડિસેમ્બર, 2024 સુધી આયોજિત પડકારજનક જેસલમેર અલ્ટ્રા મેરેથોન 2024 માં ભાગ લીધો. તેમણે પડકારજનક 160 કિલોમીટરની રેસમાં ભાગ લીધો અને તેને 23 કલાકમાં પૂરી કરી.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેક દ્વારા આપવામાં આવેલ એક પ્રેસ રીલિઝ મુજબ, શ્રી શર્માએ 15 ડિસેમ્બર, 2024 ના રોજ 160 કિમીની અલ્ટ્રા મેરેથોનને 23 કલાકમાં સફળતાપૂર્વ પૂરી કરી. શર્માએ આ ગ્રેટ અલ્ટ્રા મેરેથોન દોડને સફળતાપૂર્વક પૂરી કરનારા પહેલા ભારતીય રેલવે અધિકારી હોવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું.
આનાથી પહેલાં શર્માએ 2022 માં 42 કિલોમીટરની લદાખ ફુલ મેરેથોન, 2023 માં 72 કિલોમીટરની ખારદુંગ લા ચેલેન્જ અને 42 કિલોમીટરની લદાખ ફુલ મેરેથોન, દક્ષિણ આફ્રિકામાં આયોજિત કૉમરેડ્સ મેરેથોન (86 કિલોમીટર) અને આ વર્ષે લદાખમાં આયોજિત સિલ્ક રૂટ અલ્ટ્રા મેરેથોન સિવાય દેશભરમાં કેટલીય અન્ય અલ્ટ્રા અને અન્ય મેરેથોન તથા ટ્રાયથલૉનમાં પણ ભાગ લીધો છે. પશ્ચિમ રેલવે શ્રી શર્માને આ ઉલ્લેખનિય સિદ્ધિ માટે અભિનંદન આપે છે તથા આગામી દોડમાં તેમની સફળતાની શુભેચ્છાઓ આપે છે.