Breaking NewsSports

૩૬મો રાષ્ટ્રીય રમતોત્સવ: ગુજરાતના ૬ શહેરોમાં ૩૬ રમતો સાથે અમદાવાદથી થશે ભવ્ય શુભારંભ. સુરતમાં સમાપન

ગાંધીનગર: ૩૬મો રાષ્ટ્રીય રમતોત્સવ ૨૭ સપ્ટેમ્બરથી ૧૦ ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં આયોજિત કરવામાં આવશે. આ રમતોત્સવમાં સમગ્ર દેશમાંથી ૨૫ હજારથી વધુ રમતવીરો ભાગ લેશે. ગુજરાત સરકારે તેના માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે અને રાજ્યના ૬ શહેરો- અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, ભાવનગર અને રાજકોટમાં ૩૬ રમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે.

અમદાવાદમાં થશે શુભારંભ અને સમાપન યોજાશે સુરતમાં :
રાષ્ટ્રીય ગેમ્સનો ભવ્ય ઉદધાટન સમારોહ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં યોજવામાં આવશે. અમદાવાદમાં કુલ ૮ સ્થળોએ ૧૪ રમત સ્પર્ધાઓ યોજાશે. સાથે જ ગાંધીનગરમાં ૩ સ્થળોએ ૮ રમતો, રાજકોટમાં 3 સ્થળોએ ૨, ભાવનગરમાં એકજ સ્થળે 3, વડોદરામાં એક સ્થળે ૪ જ્યારે સુરતમાં ૨ સ્થળોએ ૪ રમત સ્પર્ધાઓ યોજાશે. રમતોત્સવનું સમાપન સમારોહ સુરતમાં કરવામાં આવશે.

ખેલાડીઓની સુવિધાઓનું રખાશે પૂરતું ધ્યાન:
ખેલાડીઓ માટે ઉચ્ચ ગુણવત્તાના ટ્રેનિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને ૩,૪ અને ૫ સ્ટાર હોટેલમાં રોકાણ, તેમજ ગુણવત્તાયુક્ત ભોજનનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવશે.  ગુજરાત પ્રથમ વખત રાષ્ટ્રીય રમતોત્સવની યજમાની કરી રહ્યું છે ત્યારે નેશનલ ફેડરેશનના અધિકારીઓએ અગાઉ તમામ શહેરો અને તેમાં ઉપલબ્ધ વિવિધ સ્પોર્ટ્સ ફેસેલીટીની સમીક્ષા કરી હતી અને ગુજરાતની તૈયારી માટે સંતોષ અને આનંદ વ્યક્ત કર્યો હતો.

શા માટે કરાઈ છે ગુજરાતની પસંદગી?:
દેશ જ્યારે આઝાદી નો અમૃત મહોત્સવ ઉજવી થઈ રહ્યો છે ત્યારે મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિ એવા ગુજરાતમાં આ વર્ષે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન એવા ખેલમહાકુંભ અંતર્ગત  ૫૫ લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો.  વાઈબ્રન્ટ ગુજરાત જેવા મેગા ઈવેન્ટનો પણ ગુજરાતને ૯ વર્ષનો બહોળો અનુભવ રહેલો છે. ગુજરાત તમામ એરપોર્ટ અને રેલવે સ્ટેશનના નેટવર્કથી દેશના તમામ મોટા શહેર સાથે જોડાયેલું છે જેથી પરિવહન ક્ષેત્રે પણ તમામ સુવિધાઓ આવનાર ખેલાડીઓ માટે ઉપલબ્ધ છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, મહાત્મા મંદિર, આઈ.આઈ.ટી ગાંધીનગર અને ગુજરાત યુનિવર્સીટી ખાતે વિશ્વ કક્ષાની ઈન્ડોર – આઉટડોર સ્પોર્ટસ્ ઈવેન્ટ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. આવનારા સમયમાં ભારત જ્યારે ઓલિમ્પિક જેવી વૈશ્વિક સ્પર્ધાની પર નજર માંડીને બેઠું છે ત્યારે ગુજરાત નેશનલ ગેમ્સની યજમાની સાથે આ પ્રકારની વૈશ્વિક સ્પર્ધાઓ માટે પોતાની તૈયારીઓનો પણ પરિચય કરાવશે.

“ગુજરાત સરકાર રમતગમત ક્ષેત્રે યુવાનોને પૂરતી તકો અને સર્વોત્તમ સુવિધાઓ આપવા માટે સંક્લ્પબદ્ધ છે. ગુજરાતમાં વિશ્વસ્તરના સ્ટેડિયમ, સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિવિધ રમતો માટે તાલીમ કેન્દ્રો ઉપલબ્ધ છે. ખેલ મહાકુંભથી રાજ્યને ભાવિ રમતવીરો મળી રહ્યા છે એમના માટે પણ નેશનલ ગેમ્સનું ગુજરાતમાં આયોજન એક મોટી તક સ્વરૂપે છે. નેશનલ ગેમ્સનું આયોજન ગુજરાત માટે એક ગૌરવની બાબત છે અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર તેના માટે સંપૂર્ણપણે તૈયાર છે. નેશનલ ગેમ્સ ૨૦૨૨ ઐતિહાસિક બનશે.”
-શ્રી હર્ષ સંઘવી, રાજ્યકક્ષાના મંત્રી, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

આંતરરાષ્ટ્રિય દિવ્યાંગ દિવસે પ્રજ્ઞાચક્ષુઓએ ગાંધીનગરમાં મુખ્યમંત્રીની પ્રત્યક્ષ મુલાકાત લીધી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરમાં મુલાકાત…

શાળાની આકસ્મિક મુલાકાત લઈ ભૂલકાઓ સાથે આત્મીય સંવાદ કરી પ્રોત્સાહિત કરતા શિક્ષણ રાજ્યમંત્રી

સુરત:સંજીવ રાજપૂત: શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ નગર પ્રાથમિક શિક્ષણ…

1 of 352

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *