અમદાવાદ, સંજીવ રાજપૂત: ગુજરાત બેડમિન્ટન એસોસિએશનના સહયોગથી બ્લેક એન્ડ વન સ્પોર્ટ્સ ફાઉન્ડેશન દ્વારા આયોજિત “બ્લેક એન્ડ વન કપ 2025” પ્રીમિયર ઓપન ટીમ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 17 અને 18 મે, 2025 ના રોજ આયોજિત થઈ હતી જે સફળતાપૂર્વક સંપન્ન થઈ. આ ટુર્નામેન્ટમાં 16 ટીમોએ ભાગ લીધો હતો,
જેમાં ફાઇનલ મેચ રવિવારના રોજ અમદાવાદ રોકસ્ટાર અને મુંબઈ રાઇઝર્સ વચ્ચે યોજાઈ. આ મેચમાં મુંબઈ રાઇઝર્સની ટીમ વિજેતા બની. ફાઈનલ મેચમાં મુખ્ય મહેમાન તરીકે ડૉ. કે એલ એન રાવ, ડીજીપી, પ્રિઝન વિભાગ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા જેનું આયોજન જીતેન્દ્ર યાદવ, મેનેજીંગ ડિરેક્ટર, બ્લેક & વન બેડમિન્ટન એકેડમીએ તેમનું કર્યું હતું.
ફાઇનલ મેચના સ્કોરબોર્ડની વાત કરીએ તો પ્રથમ મેચ અમદાવાદ રોકસ્ટારે જીતી જેનો સ્કોર 30-29 રહ્યો, બીજી મેચ મુંબઈ રાઇઝર્સે જીતી જેનો સ્કોર 30-16 રહ્યો, ત્રીજી મેચ અમદાવાદ રોકસ્ટારે જીતી જેનો સ્કોર 30-19 રહ્યો.
આમ ટોટલ સ્કોર અમદાવાદ રોક્સ્ટારનો 76 અને મુંબઈ રાઇઝર્સનો 78 રહ્યો અને મુંબઈ રાઇઝર્સની ટીમ વિજેતા બની. આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં રાજ્યભરના 75+, 85+, અને 95+ એજ કેટેગરીની ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ટુર્નામેન્ટે અત્યંત સ્પર્ધાત્મક વાતાવરણમાં ખેલાડીઓને એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું અને ખેલમહત્તાનો ઉત્સવ બની રહ્યો.