Sports

અરવલ્લી જિલ્લા કક્ષા કલા મહાકુંભ – ૨૦૨૨-૨૩ નું આયોજન કરવામાં આવ્યું

 

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

અરવલ્લી ખાતે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર,કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર, જિલ્લા વહીવટી તંત્ર અરવલ્લી, જિલ્લા રમતગમત અધિકારી કચેરી,અરવલ્લી તથા શ્રી એન એન શાહ મોડાસા હાઇસ્કુલ મોડાસા,આયોજિત કલર પ્રતિભાશોધ મહોત્સવ કલા મહાકુંભ -૨૦૨૨-૨૩ની જિલ્લા કક્ષાની સપર્ધાનું આયોજન કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા કલેક્ટર ડો. નરેન્દ્રકુમાર મીનાએ સંબોધન કરતા જણાવ્યું કે,એક વૈવિધ્યસભર સાંસ્કૃતિક ક્ષેત્ર વિવિધ કાર્યક્રમો અને ઇવેન્ટ્સ દ્વારા આપણા જિલ્લામાં કલા કુંભ યોજાઇ રહ્યો છે.જે આ ક્ષેત્રની ભૂમિ અને સમૃદ્ધ બહુસાંસ્કૃતિક વારસામાંથી પ્રેરણા મેળવનારા જિલ્લાના અપાર પ્રતિભા ધરાવતા દરેક પ્રતિયોગિને શુભકામનાઓ આપું છું.થશે.કલા આપણી સંસ્કુતિ છે અને તેનું જતન કરવું તે આપણી જવાબદારી છે, આવનારી પીઢી માટે આ કલાની સંસ્કૃતિ જાળવવા માટે આપણે જતન કરવું પડશે.
કલા આપણી સંસ્કૃતિ અને પરંપરાની ભેટ છે.અને કલાથી સંસ્કૃતિને આગળ વધારીએ.

જેમાં આ વખતે કલા મહાકુંભ માં જિલ્લા કક્ષાએ બે દિવસ દરમિયાન કુલ ૨૩ કૃતિઓમાં વિવિધ ૨૨૬ સ્પર્ધાઓમાં કુલ ૧૦૧૦ ભાઈ બહેનો ભાગ લેવાના છે.જેમાં વકૃત્વ સ્પર્ધા, નિબંધ લેખન,ચિત્રકલા,ભરતનાટ્યમ,એક પાત્રીય અભિનય, લોકનૃત્ય, રાસ ગરબા, સુગમ સંગીત,લગ્ન ગીત,સમૂહ ગીત,લોકગીત-ભજન,તબલા,હાર્મોનિયમ,કાવ્યલેખન,ગઝલ શાયરી,લોકવાર્તા, દુહા છંદ ચોપાઈ,સર્જનાત્મક કારીગરી, સ્કૂલ એન્ડ ઓર્ગન, કથક અને શાસ્ત્રીય કંઠ્ય સંગીત જેવી સંપર્ધાઓનું આયોજન

આ કાર્યક્રમમાં કલેક્ટર ર્ડો. નરેન્દ્રકુમાર મીના,મોડાસા નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન ભાવસાર, જિલ્લા રમતગમત અધિકારીશ્રી પ્રકાશ ક્લાસવા, કે.એન. શાહ હાઈસ્કૂલ મોડાસા આચાર્ય મનીષકુમાર આઈ. જોશી,અન્ય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇંગ્લેન્ડ ક્રિકેટર ઓવેશ શાહ અને ગુજરાત ના વેલીયન્ટ સ્ટાર વિપુલ નારીગરા મુંબઈ માં એક સાથે જોવા મળ્યા

ગુજરાતના વેલીયન્ટ સ્ટાર તરીકે જાણીતા વિપુલ નારીગરા અને ઇંગ્લેન્ડ ટેસ્ટ,વન ડે અને…

1 of 14

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *