શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાની સરહદ ઉપર આવેલું છે અંબાજી ખાતે વિવિધ ભગવાનના મંદિરો આવેલા છે તો બીજી તરફ અંબાજીમાં જીએમડીસી ગ્રાઉન્ડ પણ આવેલું છે જેમાં અવારનવાર ટુર્નામેન્ટ યોજાતી હોય છે ત્યારે આજે 21 ડિસેમ્બરના રોજ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ થઈ હતી

જેમાં અંબાજીની આઠ ટીમોએ ભાગ લીધો હતો જેમા આજે ફાઇનલ મેચ હોઈ જાગેશ્વર ઇલેવને ઓલ્ડ ઈઝ ગોલ્ડ ટીમને હરાવીને કપ જીત્યો હતો
21 અને 22 ડિસેમ્બરના રોજ અંબાજી જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા આજે સવારે જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર તમામ આઠ ટીમોના ખેલાડીઓ હાજર રહ્યા હતા અને ફાઈનલ મેચ યોજાઇ હતી

જેમાં જાગેશ્વર ઇલેવન અને ઓલ્ડ ઈઝ ગોલ્ડ વચ્ચે ફાઇનલ મેચ યોજાઇ હતી જેમાં જાગેશ્વર ઇલેવન ની ટીમ ફાઇનલ મેચ જીતી લીધી હતી આ પ્રસંગે અંબાજી બ્રહ્મ સમાજના આગેવાન અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
અંબાજી પ્રહલાદ પૂજારી
















