ભાવનગરના દિવ્યાંગ ખેલાડી શ્રી અલ્પેશભાઈ સુતરીયા એ પેરા ટેબલ ટેનિસ નેશનલ ચેમ્પિયનશીપ 2025 માં ક્લાસ વન કેટેગરીમાં સિલ્વર મેડલ, મિક્સ ડબલ 7 કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ અને મેન્સ ડબલ 4 કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ તેમજ તેમના પત્ની શ્રીમતી સંગીતાબેન સુતરીયા એ સિંગલ્સ ક્લાસ 4 કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ અને મિક્સ ડબલ 7 કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ મેળવતા દંપતીએ કુલ પાંચ મેડલ મેળવીને ભાવનગરનું નામ રોશન કર્યું છે.
ભાવનગરના અલ્પેશ સુતરીયા ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટમાં પોસ્ટલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે તેઓ ઇન્ટરનેશનલ પેરા ટેબલ ટેનિસ સિલ્વર મેડાલીસ્ટ છે ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા તેમજ ગુજરાત ટેબલ ટેનિસ એસોસિએશનના સહયોગથી પેરા ટેબલ ટેનિસ નેશનલ ચેમ્પિયનશીપ 2025 સમા સ્પોર્ટ કોમ્પ્લેક્સ, વડોદરા ખાતે તા. 17 માર્ચ થી 23 માર્ચ સુધી યોજાઇ હતી.
જેમાં અલ્પેશ સુતરીયા એ ક્લાસ વન કેટેગરીમાં સિલ્વર મેડલ, મિક્સ ડબલ 7 કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ અને મેન્સ ડબલ 4 કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ તેમજ શ્રીમતી સંગીતાબેન સુતરીયા એ સિંગલ્સ ક્લાસ 4 કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ, અને મિક્સ ડબલ 7 કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ મેળવી, ભાવનગર જિલ્લાના પેરા ટેબલ ટેનિસ પ્લેયર તરીકે બંને પતિ પત્નીએ કુલ પાંચ મેડલ પ્રાપ્ત કરી ભાવનગરનું નામ રોશન કરેલ છે
પેરા ટેબલ ટેનિસ નેશનલ ચેમ્પિયનશીપ 2025 ટુર્નામેન્ટમાં 350 દિવ્યાંગ ખેલાડીઓ એ ભાગ લીધો હતો અને પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું જેમાં શ્રી અલ્પેશભાઈ સુતરીયા એ ફાઈનલમાં તમિલનાડુના જે. ડી. મદાન ને, ડિસાઇડરમાં 8-11 થી સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલ અને સંગીતા સુતરિયાએ ભાવીના પટેલ સામે સેમિફાઇનલમાં 0-3 પોઇન્ટ મેળવી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.
તેમની આ સિદ્ધિ બદલ પોસ્ટલ પરીવાર તેમજ શ્રી અપંગ પરિવાર કલ્યાણ કેન્દ્ર અને પરફેક્ટ ફાઉન્ડેશન દ્વારા તેઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી છે અને આગામી દિવસોમાં 25 માર્ચ 2025 થી તેઓ બંને ખેલો ઇન્ડિયા પેરા ગેમ 2025 માં ભાગ લેવા દિલ્હી જઈ રહ્યા છે અને ત્યાં પણ તેઓ મેડલ જીતીને દેશનું નામ રોશન કરશે તેવી દંપત્તિએ આશા વ્યકત કરી છે.