Sports

હરિયાણા સરકાર દ્વારા આયોજિત સાત દિવસીય “રાષ્ટ્રીય એકતા શિબિર 2025” તા. 17 સપ્ટેમ્બર થી 23 સપ્ટેમ્બર 2025 દરમ્યાન યમુનાનગર જિલ્લાના બિલાસપુરની સેન્ટ લોરેન્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં યોજાઈ

. જેમાં સમગ્ર ભારતમાંથી હરિયાણા સહિત ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, હિમાચલ,ઉત્તરાખંડ, પંજાબ, ચંડીગઢ, દિલ્લી, છત્તીસગઢ, રાજસ્થાન સહિત કુલ ૧૧ રાજ્યના ૨૦૦ થી વધુ સ્વયંસેવકો અને પ્રોગ્રામ ઓફિસરશ્રીઓ પોતાના રાજ્યનું પ્રતિનિધિત્વ કરવાની સાથે એકબીજાની લોક સંસ્કૃતિ જેમાં હરિયાણાનું ધમાલ નૃત્ય, ગુજરાતના ગરબા, હિમાચલનું નાટી નૃત્ય તો પંજાબના ભાંગડા જેવા જુદા જુદાં રાજ્યના લોકનૃત્યોને જોવા અને માનવાનો અવસર પણ મળ્યો.

👉 આ સાત દિવસીય શિબિર દરમ્યાન દરરોજ યોગા , કસરતો અને યુધ્ધ અભ્યાસની સાથે જુદી જુદી સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું.જેમાં “સંસ્કૃત શ્લોક વાંચન”માં શ્રીમતી કે.ડી.પટેલ હાઈસ્કૂલ રાલેજની વિદ્યાર્થીની પ્રિયાંશી રબારી અને “કાવ્ય ગાન”માં શ્રી એસ. ઝેડ.વાઘેલા હાઈસ્કૂલ ખંભાતની વિદ્યાર્થીની દ્રષ્ટિ રબારી ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા તમામ રાજ્યોમાં દ્વિતિય નંબર મેળવી આણંદ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતનું નામ રોશન કરેલ છે.

👉આ સાથે અમને હરિયાણાના કપાલમોચનમાં શ્રી રવિદાસજીના ડેરા, ગુરુદ્વારા , આદિ બદ્રી, સરસ્વતી નદી મુખ, લોહ ગઢ કિલ્લો, પંચમુખી હનુમાન જેવા જુદાં જુદાં સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળોના દર્શનનો લાભ પણ મળ્યો.

👉 આ ઉપરાંત, શિબિર દરમ્યાન શિવાલિક વિકાસ બોર્ડના સી.ઈ.ઓ. શ્રીમતી પૂજા કુમારી મેડમ અને હરિયાણાના શિક્ષણવિદ્ ડૉ.એમ.કે. સહગલ સાહેબ જેવા વ્યક્તિત્વને મળ્યા કે જેઓ અનેક સંધર્ષોનો સામનો કરી સફળતા મેળવી છે.

👉 આ શિબિરના સમાપન સમારોહમાં હરિયાણાના પૂર્વ શિક્ષણ અને પર્યારણ મંત્રી આદરણીયશ્રી કંવરપાલ ગુર્જર સાહેબ, રાજ્ય એન.એસ.એસ.અધિકારીશ્રી તથા જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાતના ગરબા અને હિમાચલના નાટી નૃત્યની સાથે દરેક રાજ્યની લોક સંસ્કૃતિને રજૂ કરવામાં આવી.

👉સેવા, સમર્પણ અને રાષ્ટ્રીય એકતાના ત્રિવેણી સંગમ સમા “રાષ્ટ્રીય એકતા શિબિર ૨૦૨૫” એ ખરેખર વિદ્યાર્થીઓને જાતિ, ધર્મ ,પ્રાંતના ભેદભાવ ભૂલાવી “એક ભારત – શ્રેષ્ઠ ભારત”ના સપનાને સાકાર કરી “वसुधैव कुतुम्बकम्” ની ભાવના ઉજાગર કરી.રાષ્ટ્રીય એકતા શિબિરનું સફળ સંચાલન બદલ યમુનાનગરના જિલ્લા પ્રોગ્રામ કોઓર્ડીનેટર શ્રી અનુજકુમાર સાહેબ અને તેમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન સહ આભાર વ્યક્ત કરીએ છીએ.

👉 અંતમાં, “રાષ્ટ્રીય એકતા શિબિર”માં સમગ્ર ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવાનો અવસર આપવા બદલ ગુજરાત રાજ્ય એન.એસ.એસ. રિઝનલ ડાયરેકટરશ્રી માન.શ્રી કમલકુમાર કર સાહેબ, રાજ્ય એન.એસ.એસ. અધિકારીશ્રી, રાલેજ કેળવણી મંડળના પ્રમુખશ્રી અને આણંદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી આદરણીયશ્રી સંજયભાઈ પટેલ સાહેબ, આણંદ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી માન.શ્રી કામિનીબેન ત્રિવેદી મેડમ, શાળાના આચાર્યશ્રી ડૉ.કે એમ.પટેલ સાહેબ અને દરેક સમયે મને સાથ અને સહકાર આપનાર મારા સૌ સાથી શિક્ષકમિત્રો અને શુભેચ્છકોનો દિલથી આભાર વ્યક્ત કરું છું.
“જય હરિયાણા,
જય જય ગરવી ગુજરાત”

રિપોર્ટર પૂજા રાઠવા આણંદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ ખાતે રેકોર્ડબ્રેક ઇનામ અને જુસ્સાથી ભરેલ ‘બ્લેક એન્ડ વન કપ 2025’ બેડમિન્ટન ટુર્નામેન્ટ યોજાઈ

અમદાવાદ, સંજીવ રાજપૂત: ગુજરાત બેડમિન્ટન એસોસિએશનના સહયોગથી બ્લેક એન્ડ વન…

1 of 16

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *