Sports

પાકિસ્તાન ટીમ અમદાવાદ પહોંચી. આજે ભારતની ટીમ આવશે.

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ ખાતે 14 મી તારીખે ભારત પાકિસ્તાન વર્લ્ડ કપ 2023ની મેચ મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાવાની છે ત્યારે 11 વર્ષ બાદ પાકિસ્તાન ટીમ ગુજરાતના અમદાવાદ ખાતે પહોંચી હતી. આ મેચને લઈ ખેલપ્રેમીઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

બપોરે 3 વાગ્યા આસપાસ પાકિસ્તાનની ટીમ અમદાવાદ પહોંચી હતી અને આશ્રમ રોડ ખાતે હોટેલ હયાતમાં ખેલાડીઓને ઉતારવામાં આવ્યા હતા જ્યાં તેમની એક ઝલક જોવા ક્રિકેટરના ફેન પણ એક નજર જોવા ઉમટ્યા હતા.

ટીમની સુરક્ષાને લઈ હોટલની આસપાસ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને હોટલની અંદર જતા તમામ વાહનોને પૂર્ણ ચેક કરવામાં આવી રહ્યા છે.

14 મી એ રમાનારી મેચને લઈ સુરક્ષાની જવાબદારી સાથે અમદાવાદ પોલીસ અને તમામ એજન્સીઓ સજ્જ બની છે અને ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવી રહ્યો છે.

તો આજે ભારતીય ક્રિકેટ ટીમ પણ અમદાવાદ આવી પહોંચશે જ્યાં તેમને નર્મદા ITC ખાતે ઉતારો આપવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમને ગુજરાતની સંસ્કૃતિનો અનુભવ પણ કરાવવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહયું છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બોરતવાડા દેવધાર નાઈટ ટુર્નામેન્ટમાં દિવ્યાંગ ખેલાડીને શાનદાર રમત બદલ પુરસ્કાર આપી કરાયું સન્માન

પાટણ, એ.આર. એબીએનએસ: પાટણ જીલ્લાના હારીજ તાલુકાના બોરતવાડા ખાતે દેવધાર નાઈટ…

વિરમગામ ખાતે સામાજિક એકતા ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૫નો’ પ્રારંભ. વિરમગામ વિધાનસભાની ૯૦ ટીમોએ ભાગ લીધો

વિરમગામ, સંજીવ રાજપૂત: ગુજરાત સરકારના રમત-ગમત અને યુવક સેવા વિભાગના સહયોગ તેમજ…

ગોધરા સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે વિવિધ વયજૂથના ભાઈઓ માટે જિલ્લાકક્ષાની બેડમિન્ટન સ્પર્ધા યોજાઇ

એબીએનએસ, ગોધરા (પંચમહાલ): રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવુતિઓ વિભાગ, ગાંધીનગર…

ખેલમહાકુંભ ૩.૦ અંતર્ગત ગોધરા ખાતે ભાઇઓ અને બહેનો માટેની તાલુકાકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધા યોજાઇ

એબીએનએસ, ગોધરા (પંચમહાલ):: રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ,ગાંધીનગર…

1 of 15

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *