ગીર સોમનાથ જિલ્લા ના ઉના તાલુકા ના પાલડી ગામે મહાદેવ 11 દ્વારા ટેનિશ ક્રિકેટ ટુર્નામેન્ટ નું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ 16 જેટલી ટીમોએ ભાગ લીધો હતો આજ પાલડી ગામ ખાતે શિવ 11 નવાબંદર તેમજ મહાદેવ 11 પાલડી વચ્ચે ફાઇનલ મેચ રમાઇ હતી
જેમાં શિવ 11 નવાબંદર નાં કેપ્ટન જયેશભાઈ અને મહાદેવ 11 નાં કેપ્ટન ચૌહાણ ભાવેશભાઇ ની વચ્ચે ટોસ થયો હતો જેમાં શિવ 11 નવાબંદર ટીમે ટોચ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો જેમાં 12 ઓવરમાં 97 રન ફટકારી મહાદેવ 11 ને 98 રન નો ટાર્ગેટ આપ્યો હતો જયારે મહાદેવ 11 પાલડીએ માત્ર 11 ઓવરમાંજ 98 રન પાર કરી ફાઇનલ વિજેતા બની હતી. ફાઈનલ મેચ માં મેન ઓફ ધ મેચ તેમજ બેસ્ટ બોલર સોલંકી દિનેશભાઈ ,બેસ્ટ બેસ્ટમેન પ્રિયાંક તેમજ મેન ઓફ ધ સિરીઝ જયેશભાઈ વિજેતા તેમજ ઉપવિજેતા બંને ટીમ ને જુદી જુદી ટ્રોફી તેમજ રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા
જેમાં આયોજક શ્રી મહાદેવ 11 ને ગીર સોમનાથ જિલ્લા પંચાયત ના પુર્વ પ્રમુખ હરિભાઈ સોલંકી તરફથી રૂ. 2501, ઉના તાલુકા પંચાયત ના કારોબારી ચેરમેન મોહનભાઇ વાજા તરફથી રૂ. 2001, પાલડી ગામના આગેવાન પુંજાભાઈ બાંભણીયા તરફથી રૂ. 1111 તેમજ ભાવેશભાઈ ચૌહાણ તરફથી રૂ.501 રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા સૌજન્ય તરીકે પ્રથમ રાઉન્ડ થી સેમી ફાઇનલ સુધી મેન ઓફ ધી મેચ તેમજ રનર્સ અપ ટીમ ને ટ્રોફી નાં દાતા શ્રી વાળા મહેન્દ્રભાઈ આચાર્ય શ્રી પાલડી પ્રા. શાળા અને બાંભણિયા નાનુભાઈ આર. પ્રાથમિક શિક્ષક વાંસોજ પ્રા.શાળા તેમજ એન.ડી.નેશનલ સ્કૂલ પાલડી,
ફાઈનલ મેચનાં ટ્રોફીનાં દાતાશ્રી સોલંકી કમલેશભાઈ પૂર્વ સરપંચ પાલડી ગ્રામ પંચાયતનાં પ્રતિનિધિ, વિનર્સ ટીમનાં દરેક ખેલાડી ને ટ્રોફીનાં દાતાશ્રી સોલંકી રામભાઈ ટી.વી.એસ.શો રૂમ ઉના, રનર્સ અપ ટીમનાં દરેક ખેલાડી ને ટ્રોફી નાં દાતાશ્રી ચૌહાણ દિલીપભાઈ આર્મી ,મંડપ સર્વિસ સોલંકી જેન્તીભાઇ તેમજ ચૌહાણ કલ્પેશભાઈ, સાઉન્ડ સિસ્ટમ બાંભણીયા પુંજાભાઈ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મુખ્ય અતિથિ ગીર સોમનાથ જિલ્લા પંચાયત ના પુર્વ પ્રમુખ હરિભાઈ સોલંકી, ઉના તાલુકા પંચાયત ના કારોબારી ચેરમેન મોહનભાઇ વાજા, પાલડી ગામના પૂર્વ સરપંચ પ્રતિનિધિ કમલેશભાઈ સોલંકી, શ્રી પાલડી પ્રાથમિક શાળાના આચાર્ય મહેન્દ્રભાઈ વાળા, વાંસોજ પ્રાથમિક શાળા ના શિક્ષક પ્રવિણભાઈ તેમજ નાનુભાઈ બાંભણીયા, વાંસોજ પ્રાથમિક શાળા ના શિક્ષક શ્રી પ્રવિણભાઈ દ્વારા ફાઇનલ ટીમનું હેડલિંગ કરવામાં આવ્યું હતું. દરેક સૌજન્ય શ્રી તથા સાથ સહકાર આપનાર તેમજ રોકડ પુરસ્કાર નાં દાતાઓનો આયોજક શ્રીઓ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે……… જય હિન્દ….. જય ભારત…..
આહીર કાળુભાઇ