પાલીતાણામાં બાપા સીતારામ ગ્રુપ દ્વારા 2025,રાત્રી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને છેલ્લા દસ દિવસથી પાલીતાણા ના હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ઉપર રાત્રિ ક્રિકેટ રમાડવામાં આવી રહી હતી જેમાં આ રાત્રી ક્રિકેટ ટુર્નામેન્ટમાં 32 જેટલી ટીમોએ ભાગ લીધો હતો અને આ 32 ટીમના ખેલાડીઓએ પાલીતાણાના હાઇસ્કુલ ગ્રાઉન્ડ પર પોતાનું ટેલેન્ટ અને ટીમને જીતાડવા માટે ખેલાડીઓ મેદાને ઉતર્યા હતા
ગતરાત્રિના પાલીતાણા હાઇસ્કુલ ગ્રાઉન્ડ પર 9, દિવસ બાદ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં યોગી ઇલેવન ભાવનગર, અને આઘ્ય ઈલેવન ઘેટી મેદાનમાં ઉતરી હતી જેમાં પ્રથમ દાવમાં યોગી ઇલેવન દ્વારા 10 ઓવરના અંતે 112 રન બનાવી 113 રન નો ટાર્ગેટ આધ્યા ઇલેવન ને આપવામાં આવ્યો હતો
અને આ ટાર્ગેટ નો પીછો કરવા અધ્યાય ઇલેવનના બેસ્ટમેનો એ બીજા દાવ ની શરૂઆતથી જ યોગી ઇલેવનની કમર તોડી નાખી હતી અને મેચને એક તરફી બનાવી દીધી હતી અંતે યોગી લવર ના બેસ્ટમેનો દ્વારા માત્ર 8 ઓવરમાં જ 112 ના ટાર્ગેટ ને ચેસ કરી દેવામાં આવ્યો હતો અને અધ્યાય ઇલેવન ઘેટી ટીમ ફાઇનલ ટ્રોફીની વિજેતા બની હતી
પાલીતાણા રાત્રી ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજક બાપા સીતારામ ગ્રુપ દ્વારા વિજેતા ટીમને વિજેતા ટ્રોફી તેમજ 51, 000રૂ, નું રોકડ પુરસ્કાર આપી આધ્યા ઇલેવન ઘેટી, ટીમના તમામ ખેલાડીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા, અને તેની સાથે જ ફોન સરો દ્વારા સ્કૂલ ગ્રાઉન્ડ પર પોતાનું ટેલેન્ટ દેખાડનાર તમામ અલગ અલગ વ્યક્તિઓને કહીને કંઈ ભેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા
જેમાં પાલીતાણા હાઇસ્કુલ ગ્રાઉન્ડ પર મેચ ની કોમેન્ટ્રી આપનાર ( રમેશ ઉર્ફે બાડુ લાલા ) કે જેઓએ છેલ્લી દસ રાત્રીઓ દરમિયાન રાત્રિના 8, વાગ્યા પછી પાલીતાણા ની તમામ ગલીઓને સુમસામ બનાવી પોતાના અવાજથી યુવાનોને પાલીતાણા હાઇસ્કુલ ગ્રાઉન્ડ પર મેચ નિહાળવા મજબૂર બનાવ્યા હતા, અને પોતાના અવાજથી ક્રિકેટ રમનાર તમામ ખેલાડીઓનો ઉત્સાહપણ વધારતા હતા જેના કારણે હજારોની સંખ્યામાં યુવાનો વડીલો તેમજ આગેવાનોએ ફાઇનલ મેચનો નજારો પણ નિહાળ્યો હતો
જેથી ( રમેશ ઉર્ફે બાડુ લાલા ) આવી જ રીતે પાલીતાણાના લોકોને મનોરંજન કરાવી આગળ વધે તેના માટે પાલીતાણા સાઈ જ્વેલર્સ દ્વારા ( રમેશ ઉર્ફે બાડુ લાલા ) ને સોનાની વીંટી પહેરાવીને સન્માનિત કરવામાં આવ્યા હતા , અને મેન ઓફ ધ બેસ્ટ ખેલાડીને સોનાની લકી પહેરાવીને સાઈ જ્વેલર્સ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા જે બદલ બાપા સીતારામ ગ્રુપ દ્વારા સાઈ જ્વેલર્સ તેમજ તમામ પોન્સરો અને આમંત્રણ ને માન આપી ઉપસ્થિત મહેમાનો મહાનુભાવો અને પત્રકાર મિત્રોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો
રિપોર્ટર, વિજય જાદવ પાલીતાણા