Sports

પોરબંદર લોકસભા વિસ્તારના ખેલાડીઓ માટે સાંસદ ખેલ મહોત્સવનો ૧૪ ડીસેમ્બરના રોજ શુભારંભ

આગામી તા. ૧૪ થી ૨૫ ડિસેમ્બર દરમિયાન યોજાશે સાંસદ ખેલ મહોત્સવ

૧૧ પોરબંદર લોકસભા વિસ્તારના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય મંત્રીશ્રી ડો.મનસુખ માંડવીયાના લોકસભા વિસ્તારનો સાંસદ ખેલમહોત્સવ તા. ૧૪-૧૨-૨૦૨૫ ના રોજ ભવ્યાતિભવ્ય ઉદઘાટન સમારંભ રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે. પી. નડ્ડા ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કરશે. આ સાંસદ ખેલ મહોત્સવમાં તા. ૧૪-૧૨-૨૦૨૫ થી ૨૫-૧૨-૨૦૨૫ દરમિયાન તાલુકા કક્ષાએ, વિધાનસભા કક્ષાએ બાદ સાંસદ ફિનાલેનો સમાવેશ કરી સાંસદ ખેલ મહોત્સવ યોજાશે. જેમાં જુદી જુદી ૩ (ત્રણ) વયજૂથમાં ૮ (આઠ) જેટલી પ્રાદેશિક કક્ષાએ લોકપ્રિય રમત સ્પર્ધાઓનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

સાંસદ ખેલ મહોત્સવમાં પ્રથમ ૧૪ થી ૧૬ ડીસેમ્બર દરમિયાન તાલુકા કક્ષાએ, અને ૧૮ થી ૨૦ ડીસેમ્બર દરમિયાન વિધાનસભા કક્ષાએ સ્પર્ધાઓ યોજાશે. જેમાંથી વિજેતા ખેલાડીઓ અને ટીમો ૨૦ થી ૨૫ ડીસેમ્બર દરમિયાન યોજાનાર સાંસદ ફિનાલેમાં ભાગ લેશે. આ સાંસદ ખેલ મહોત્સવમાં જુદી જુદી ત્રણ વય જુથ માટે સ્પર્ધો યોજાશે જેમાં (૧) ૮ થી ૧૭ વર્ષ (૨) ૧૭ થી ૪૦ વર્ષ અને (૩) ૪૦ થી ૧૦૦ વર્ષની ઉમરના ખેલાડીઓ ભાગ લેશે.

પોરબંદર લોકસભામાંથી ૩૫,૦૦૦થી વધુ ખેલાડીઓ દ્વારા સાંસદ ખેલ મહોત્સવ ૨૦૨૫માં ભાગ લેવા ઓનલાઈન નોંધણી કરાવેલ છે આ ઉપરાંત પોરબંદર લોકસભાના સાંસદશ્રીના ઉમદા વિચારો મુજબ જે ખેલાડીઓ ઓનલાઈન નોંધણી કરાવી શક્યા ન હોય તેવા ખેલાડીઓને પણ આ ખેલ મહોત્સવમાંસ્પર્ધા સ્થળે નોંધણી કરાવી ભાગ લઇ શકશે જે સંપર્ક સુત્રોની યાદી જણાવે છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ ખાતે રેકોર્ડબ્રેક ઇનામ અને જુસ્સાથી ભરેલ ‘બ્લેક એન્ડ વન કપ 2025’ બેડમિન્ટન ટુર્નામેન્ટ યોજાઈ

અમદાવાદ, સંજીવ રાજપૂત: ગુજરાત બેડમિન્ટન એસોસિએશનના સહયોગથી બ્લેક એન્ડ વન…

1 of 16

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *