bhavnagarBreaking NewsEducationSports

સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૫ના સુચારૂ આયોજન અંગે ભાવનગર ખાતે કેન્દ્રિય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ.

સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૫ના સુચારૂ આયોજન અંગે ભાવનગર કલેક્ટર કચેરી ખાતે કેન્દ્રિય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને જિલ્લાના અધિકારીશ્રીઓ-પદાધિકારીશ્રીઓ સાથે અંગે બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં કેન્દ્રિય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ સાંસદ ખેલ મહોત્સવની જાણકારી આપતાં જણાવ્યું હતું કે, યુવાનોમાં રહેલી શક્તિ, કૌશલ્ય, કુશળતાને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે, ગામડાની જૂની રમતોથી લોકો માહિતગાર થાય તે માટે ભાવનગર લોકસભા વિસ્તારની તાલુકા પંચાયત સીટ પર આગામી તા.૧૧મી નવેમ્બર,૨૦૨૫ના રોજ સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ થશે.

તેમણે જણાવ્યું હતું કે, તા.૧૧, ૧૨ અને ૧૩ નવેમ્બરના રોજ તાલુકા પંચાયત સીટ પર સ્પર્ધા યોજાશે, તા.૧૭, ૧૮ અને ૧૯ નવેમ્બરના રોજ તાલુકા/ઝોન સ્પર્ધા તેમજ તા. ૨૫ નવેમ્બર,૨૦૨૫ના રોજ સીદસર સ્પોટ્સ કોમ્પલેક્ષ ખાતે જિલ્લાકક્ષાની રમતો રમાશે. આ રમતોમાં એથ્લેટીક્સ ૫૦ મીટર અને ૧૦૦ મીટર દોડ, લાંબીકૂદ, ગોળાફેંક, બાસ્કેટબોલ, કબડ્ડી, રસ્સાખેંચ, ખો-ખો, સંગીતખુરશી (બહેનો), લીંબુ ચમચી, સ્લો સાઇકલ, સિક્કા શોધ, વોલીબોલ, નાર્ગેલ અને કોથળા દોડ જેવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ૧૫ વર્ષથી લઇને તેથી વધુ ઉંમરના તમામ લોકો આમાં ભાગ લઇ શકશે. આ રમતોનું વિભાજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૫થી ૨૦ વર્ષના લોકો, ૨૧ થી ૩૫ વર્ષના લોકો, ૩૬ થી ૫૦ અને ૫૧ થી વધુ ઉંમરના લોકો ભાગ લઇ શકશે.

મંત્રીશ્રીએ વધુ જાણકારી આપતાં કહ્યું હતું કે, સાંસદ ખેલ મહોત્સવ સ્પર્ધા માટે તા.૨૯ ઓગસ્ટ,૨૦૨૫ થી રજીસ્ટ્રેશનનો પ્રારંભ થશે. જેની લિંક શેર કરવામાં આવશે જેનાથી લોકો ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકશે. તા.૨૦મી સપ્ટેમ્બર સુધી તમામ લોકો રજીસ્ટ્રેશન કરાવી શકશે. વધુમાં વધુ લોકો સાંસદ ખેલ મહોત્સવમાં સહભાગી બને તે પ્રકારનું સુચારૂં આયોજન કરવા જરૂરી સુચનો સાથે માર્ગદર્શન પુરું પાડ્યું હતું. તેમણે કહ્યું કે, સાંસદ ખેલ મહોત્સવ થકી આપણને અનેક સારા રમતવીરો પણ મળશે. જે તેમના આગવા કૌશલ્ય થકી અન્ય રમતવીરો માટે પ્રેરણારૂપ બની રહેશે.

આ બેઠકમાં મેયર શ્રી ભરતભાઇ બારડ, ધારાસભ્યશ્રી સેજલબેન પંડ્યા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી રાજુભાઈ રાબડીયા, જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. મનિષ કુમાર બંસલ સહિત જિલ્લાના પદાધિકારીઓ-અધિકારીઓએ રચનાત્મક સુચનો કર્યાં હતા.

બેઠકમાં ડેપ્યુટી મેયર શ્રી મોના પારેખ, પ્રાદેશિક કમિશનરશ્રી ધવલ પંડ્યા, અધિક નિવાસી કલેક્ટરશ્રી એન.ડી.ગોવાણી, જિલ્લા ગ્રામ વિકાસ અજેન્સીના નિયામકશ્રી જે.એન.જરૂ, જિલ્લા રમત ગમત અધિકારીશ્રી નરેશકુમાર, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી વિક્રમસિંહ પરમાર, અગ્રણીઓ સર્વ શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ અને ભરતભાઇ મેર સહિત સબંધિત અમલીકરણ અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર ડિવિઝન થઈને ચાલતી 3 જોડી સ્પેશિયલ ટ્રેનોની ફ્રિક્વન્સી 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી

યાત્રિયોની સુવિધા માટે, પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર રેલવે મંડળ થઈને ચાલતી 3 જોડી…

પાલીતાણા શહેરમાં હત્યા ના કેસ ને છુપાવવાની કોશિષ કરવામાં આવી , પોલીસે ચપળતા બતાવી 6 આરોપીને ઝડપી પાડ્યા

રાજુભાઈ રાઠોડ નામના વ્યક્તિ સોનગઢ મેલડી માતાના મંદિરે દર્શન કરવા આવ્યા હતા…

1 of 391

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *