Sports

વિરમગામ ખાતે સામાજિક એકતા ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૫નો’ પ્રારંભ. વિરમગામ વિધાનસભાની ૯૦ ટીમોએ ભાગ લીધો

વિરમગામ, સંજીવ રાજપૂત: ગુજરાત સરકારના રમત-ગમત અને યુવક સેવા વિભાગના સહયોગ તેમજ વિરમગામ, માંડલ અને દેત્રોજ ક્રિકેટ એસોસિયેશન અને ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા આયોજીત સામાજિક એકતા ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૫ નો આજે વિરમગામ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો. વિરમગામ વિધાનસભાની ૯૦ ટીમોએ ભાગ લીધો છે.

સતત બીજા વર્ષે આ આયોજન ગ્રામ્ય સ્તરના ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે કરી રહ્યા છે, ૩૦ દિવસ આ ક્રિકેટનો મહાકુંભ ચાલશે. ટુર્નામેન્ટનું લાઈવ પ્રસારણ તેમજ તમામ ખેલાડીઓને ડ્રેસ વિતરણ અને શ્રેષ્ઠ ખેલાડીઓ તેમજ વિજેતા ટીમને આકર્ષણ ઇનામો વિતરણ કરવામાં આવશે.

આ પ્રસંગે ધારાસભ્ય અમિતભાઈ ઠાકર, ધારાસભ્ય કનુભાઈ કોળી પટેલ, ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર, ધારાસભ્ય બાબુસિંહ જાદવ, ધારાસભ્ય પીકે પરમાર, ધારાસભ્ય સુખાજી ઠાકોર, ધારાસભ્ય કિરીટસિંહ ડાભી,ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, જિલ્લા ભાજપ પ્રમુખ શૈલેષભાઈ દાવડા, ભાજપ યુવા મોરચાના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ અને પૂર્વ પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, તેમજ ભાજપના જિલ્લા અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ ખાતે રેકોર્ડબ્રેક ઇનામ અને જુસ્સાથી ભરેલ ‘બ્લેક એન્ડ વન કપ 2025’ બેડમિન્ટન ટુર્નામેન્ટ યોજાઈ

અમદાવાદ, સંજીવ રાજપૂત: ગુજરાત બેડમિન્ટન એસોસિએશનના સહયોગથી બ્લેક એન્ડ વન…

બોરતવાડા દેવધાર નાઈટ ટુર્નામેન્ટમાં દિવ્યાંગ ખેલાડીને શાનદાર રમત બદલ પુરસ્કાર આપી કરાયું સન્માન

પાટણ, એ.આર. એબીએનએસ: પાટણ જીલ્લાના હારીજ તાલુકાના બોરતવાડા ખાતે દેવધાર નાઈટ…

1 of 15

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *