Sports

શ્રી સરસ્વતી શિશુ મંદિર વિભાપર વિદ્યાલય દ્વારા જામનગર સંકુલનો ખેલકુદ યોજાયો.

જીએનએ જામનગર: વિદ્યા ભારતી સંચાલિત વિદ્યાલયોનો જામનગર સંકુલ કક્ષાનો ખેલકુદ યોજાઈ ગયો. જેમાં જામનગર જિલ્લામાં આવેલ જામનગર, વિભાપર, ધ્રોલ, લાલપુર, નિકાવા તેમજ કાલાવડની શિશુ મંદિર વિદ્યાલયના ૨૬૫ વિદ્યાર્થીઓએએ ભાગ લીધો હતો.

આ ખેલકુદ શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપરના સહયોગથી જામનગરમાં આવેલ લાલવાડી શાળા નંબર ૧ માં યોજાયો હતો. જેમાં એથલેટિક્સમાં ૧૦૦ મીટર થી ૩૦૦૦ મીટર ની દોડ,ગોળા ફેંક,ચક્ર ફેંક, બરછી ફેંક, ઉંચી,લાંબી તેમજ લંગડી ફાળ કુદ વગેરે વ્યક્તિગત રમતો યોજાઇ હતી. તેમજ સાંઘિક રમતોમાં ખો -ખો, બેડમિંટન,ચેસ વગેરે યોજાઈ હતી. તમામ વિજેતા વિદ્યાર્થીઓ ને મેડલ આપવામાં આવ્યા હતા.

આ તકે શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર ના વિદ્યાલયના ૮૫ વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો જેમાં ૨૯ જેટલા પ્રથમ તેમજ ૬૧ જેટલા દ્વિતીય નંબરના મેડલ પ્રાપ્ત થયા હતા.

આ ખેલકુદમાં શિશુમંદિર જામનગરના મેયર શ્રીમતી બીનાબહેન કોઠારી જામનગર તેમજ વિભાપર વિદ્યાલય ના ટ્રસ્ટીશ્રીઓ, વ્યવસ્થાપકો તેમજ જામનગર સંકુલના પ્રધનાચાર્યો, આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા. જામનગર સંકુલના ૨૬૭ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ ખેલકુદના સંયોજક સરોજબા જાડેજા તેમજ સહ સંયોજક હેમાશુંભાઈ પરમાર દ્વારા સફળ સંચાલન કરાયું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇંગ્લેન્ડ ક્રિકેટર ઓવેશ શાહ અને ગુજરાત ના વેલીયન્ટ સ્ટાર વિપુલ નારીગરા મુંબઈ માં એક સાથે જોવા મળ્યા

ગુજરાતના વેલીયન્ટ સ્ટાર તરીકે જાણીતા વિપુલ નારીગરા અને ઇંગ્લેન્ડ ટેસ્ટ,વન ડે અને…

1 of 14

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *