ઉમરાળા તાલુકાના ટીંબી ગામના દિપકભાઈ વી.વ્યાસ ડિસેમ્બર ૨૦૧૯ સુધી તલાટી કમ મંત્રી તરીકે ઉમરાળા તાલુકાના અલગ અલગ ગામોમાં ફરજ બજાવતા હતા તેમને ડિસેમ્બર ૨૦૧૯માં પ્રમોશન આપીને વિસ્તરણ અધિકારી પંચાયત તરીકે વલ્લભીપુર તાલુકા પંચાયતમાં નિમણુંક આપવામાં આવેલ ત્યારબાદ તેઓ ઉમરાળા અને ત્યાંથી ગારિયાધાર તાલુકા પંચાયતમાં ફરજ બજાવે છે એક વર્ષના ગાળામાં તેમણે તાલુકા વિકાસ અધિકારીની ખાતાકીય પરીક્ષા પાસ કરી હાલમાં ગારિયાધાર તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારીની જગ્યા ખાલી પડતા આ ચાર્જ માનનીય જિલ્લા વિકાસ અધિકારી દ્વારા હુકમ કરીને દિપકભાઈ વી.વ્યાસની નિમણુંક કરવામાં આવેલ આમ દોઢ વર્ષ પહેલાં જે તલાટી કમ મંત્રીની ફરજ બજાવતા હતા તે આજે ટુ સ્ટેપ આગળ જઈને તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવે છે જે તલાટી કમ મંત્રીની કેડર માટે ગૌરવ લેવા જેવી બાબત છે
૨૦૧૬ પહેલા તલાટી કમ મંત્રીની ખાતાકીય પરીક્ષા લેવાતી ન હતી અને તલાટી કમ મંત્રી નિવૃત્ત થાય ત્યાં સુધી તલાટી કમ મંત્રી જ રહેતા અથવા છેલ્લા ૬ મહિના કે એક વર્ષ બાકી હોય ત્યારે અમુક તલાટી કમ મંત્રી સર્કલ ઇન્સ્પેક્ટર બનતા સરકાર દ્વારા ૨૦૧૬ પહેલાં સર્કલ ઇન્સ્પેક્ટરની જગ્યા વિસ્તરણ અધિકારી પંચાયતમાં અપગ્રેડ કરવામાં આવી ત્યારબાદ તલાટી કમ મંત્રીઓની ખાતાકીય પરીક્ષા લેવાનું શરૂ થયું અને તેમને વિસ્તરણ અધિકારી પંચાયતમાં પ્રમોશન આપવાનું શરૂ થયુ હાલમાં ઘણા બધા તલાટી કમ મંત્રીઓએ વિસ્તરણ અધિકારી પંચાયતમાં પ્રમોશન પામીને ક્લાસ ટુ કેડર તાલુકા વિકાસ અધિકારીની પરીક્ષા પાસ કરી લીધેલ છે અને ઘણી બધી તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી તરીકે ચાર્જમાં ફરજ બજાવે છે જે તલાટી કમ મંત્રીઓ માટે ગર્વ લેવા જેવી બાબત છે
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા