અમિત પટેલ.અંબાજી
શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ પ્રખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલ છે અંબાજી ખાતે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર એ છે કે અંબાજી મંદિર ભાદરવી પૂનમ સુધી ખુલ્લુ રહેશે અને ભક્તો મા અંબાના દર્શન કરી શકશે. મંદિર દ્વારા આજરોજ મીડિયાને માહિતી આપવામાં આવી હતી અને અંબાજી મંદિર દર્શન સમય વધારવામાં આવ્યો છે.
અંબાજી નજીક પાંસા ગામે છેલ્લા 20 વર્ષ થી રાજકોટ અન્નશેત્ર નો ભંડારો ચાલતો હતો પણ આ વખતે આ ભંડારો ગબ્બર તળેટી ખાતે અંબાજી મંદિર ની ભોજનાલય મા ચાલશે અને 24 કલાક ભક્તો આ સેવા નો વિના મૂલ્યે લાભ લેશે. આજે આ સેવા કેમ્પ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં અંબાજી મંદિર ના વહીવટદાર એસ જે ચાવડા અને અંબાજી પીઆઈ જે બી આચાર્ય હાજર રહ્યા હતા સાથે સેવા કેમ્પ ના આગેવાનો પણ જોડાયાં હતાં.
ગબ્બર માર્ગ પર આપેશ્વર મંદિર તરફથી પણ છેલ્લા 8 વર્ષ થી ભંડારો ચાલી રહ્યો છે આજે અહિ પણ વીના મૂલ્યે ભોજનનો ભક્તો એ લાભ લીધો હતો. હાલમાં અંબાજી તરફ ના માર્ગો પર સેવા કેમ્પ જૉવા મળતા નથી ત્યારે અમુક સેવા ભાવી લોકો કેમ્પ કરી ભક્તો માટે સારી સેવા કરી રહ્યા છે.
દાંતા પાસે સિદ્ધ હેમ સેવા કેમ્પ પણ આ વખતે અંબાજી દીવાળીબા ધર્મશાળા પાસે 15/9/2021 થી શરૂ થશે અને ભક્તો ખમણ, મોહન થાળ અને પુરીશાક નો લાભ લેશે. આજે અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી મીડિયા ને માહીતી આપવામાં આવી હતી