Latest

અંબાજી – મંદિર માં માતાજી સ્થાપિત હોવા છતાં ચાચર ચોક માં ” માતાજી ની ગાદી ” કેમ????

એક જ મંદિર માં માતાજી ના બે સ્થાન ઉપરાંત અલગ અલગ પ્રસાદ કેમ??? એક મંદિર નો રાજભોગ, ચિક્કી અને ગાદી નો જુદો પ્રસાદ કેમ ?????

કોરોના બાદ રાજભોગ મુદ્દે આ જ ગાદી સંચાલક દેવાંગ ઠાકર દ્વારા મોહનથાળ પ્રસાદ ને મીઠાઈ નું નામ અપાયું હતું!!!!

પ્રસાદ નું અપમાન કરતાં ગાદી સંચાલકો પૂજા માં શું ઠેકાણા પાડતા હશે????

એક જ મંદિર માં બે અલગ અલગ પ્રસાદ ના વેચાણ ને મંજૂરી કેમ????

ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ચાચર ચોક માં આવેલ માતાજી ની ગાદી એ વર્ષો થી ચર્ચા અને છબરડા નું કેન્દ્ર બની ગયેલ છે .

ત્યારે આખરે આ માતાજી ની ગાદી છે શું? એ સમજ નથી પડતી જ્યારે અંબાજી મંદિર માં માતાજી ની સ્થાપના થયેલ છે અને નિત્ય નિયમ મુજબ દરરોજ ત્યાં માતાજી ની વિધિવત સેવા પૂજા કરાય છે તો પછી આ માતાજી ની ગાદી ઉર્ફે ભટ્ટજી મહારાજ ની ગાદી ? શા કારણે??? શું માતાજી મંદિર માં વિરાજતા નથી ? કે પછી મંદિર માંથી માતાજી ગાદી ખાતે વિશ્રામ અર્થે પધારે છે ?? કે પછી માતાજી ની ગાદી નું પ્રપંચ રચી લોકો ની આસ્થા અને શ્રદ્ધા નો દુરુપયોગ કરી પૈસા છાપવા નો એક પ્રકારે કીમિયો અજમાવાયો છે આ ગાદી સંચાલકો દ્વારા જેવા અનેક પ્રશ્નો ઉભા થયા છે .

ત્યારે અવાર નવાર વિવાદો માં સપડાયેલા ગાદી ના સંચાલકો કેમ અંદરોદર સેવા પૂજા ના વારા માટે કોર્ટ સુધી લડત લડે છે ? શું આ વારા ફક્ત માતાજી ની સેવા પૂજા માટે છે ? કે પછી સેવા પૂજા ના નામે લક્ષ્મી ભેગી કરવા સેવા – પૂજા ના ઓછાયા હેઠળ રચાયેલ સમગ્ર ખેલ છે !??

એક જ સ્થળે એક દેવશક્તિ નું મંદિર હોય ત્યારે તેનો પ્રસાદ પણ એક જ હોય જે દેવી – દેવતા મુજબ અલગ અલગ સમયે અલગ હોઈ શકે પરંતુ બનાવનાર ને વેચનાર તો એક જ હોય ત્યારે અંબાજી ખાતે તો અલગ જ  વસ્તુ દૃશ્યમાન થાય છે જ્યાં એક જ દેવ શક્તિ ના બે અલગ સ્થાન ઉપરાંત પ્રસાદ પણ ત્રણ પ્રકાર ના ! ને એમાં પણ રાજભોગ જુદો, ચિક્કી જુદી ! અને માતાજી ની ગાદી નો પ્રસાદ વળી જુદો!!! આતે કેવું ?? અને એમાં પણ આ ગાદી ના સંચાલકો જેને માતાજી ના પ્રસાદ કહી ને વેચે છે એના માટે આ જ ગાદી ના સંચાલકો દ્વારા કોરોના બાદ જ્યારે જૂના વહીવટદાર શ્રી આનંદ પટેલ વખતે રાજભોગ બંધ કરી ચિક્કી ને પ્રસાદ જાહેર કરી વેચાણ માટે શરૂ કરાઈ હતી અને જેનો માઈ ભક્તો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો તેને આ ગાદી ના સંચાલન કરતા એવા દેવાંગ ભાઈ ઠાકર દ્વારા મીડિયા સમક્ષ મોહનથાળ ને મીઠાઈ ગણાવી દીધી હતી આ તો માતાજી નું મંદિર છે કે મીઠાઈ ની દુકાન થોડી છે તે મોહનથાળ મળે???!!! એવા કથન કર્યું હતું , અને બાદ મા ભક્તો ના ભારે વિરોધ બાદ મીડિયા સમક્ષ ફેરવી તોળ્યું હતું ત્યારે આવા કાચિંડા ની જેમ રંગ બદલાતા આ ગાદી ના સંચાલકો જેઓ પોતાને માતાજી ની સેવા પૂજા ના હકદાર ગણે છે તેમની દૃષ્ટિ માં માતાજી ના પ્રસાદ ની શું મહત્તા છે તે તેમના શબ્દો પરથી જાણી શકાય છે ત્યારે વારસાઈ હક અને પૂજા અધિકાર માટે લડતા આ પૂજારીઓ શું ખરેખર માતાજી ની સેવા પૂજા માટે જ અહીં છે ? તો પછી ગાદી નો અર્થ શું?

માતાજી ને થાળ અને રાજભોગ તો અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ પોતે પણ પોતાના ખર્ચે સ્વ રસોડે તૈયાર કરાવી ને માતાજી ને અર્પણ કરી શકે છે તો પછી આ બધા અધિકાર આ ભટ્ટજી ની ગાદી ના સંચાલકો ને જ કેમ? જો દીક્ષિત બ્રાહ્મણ તરીકે ના અધિકારી ને જ આ બધી કામગીરી નો અધિકાર હોય તો ભારત જેવા વિદ્વાનો ના દેશ માં દીક્ષિત અને અનુભવી પૂજારીઓ ની કમી નથી?

ત્યારે આ એક જ પરિવાર કુટુંબ ના સભ્યો ને પૂજા ના અધિકાર માટે ભાર કેમ? શું અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ને માતાજી ની પૂજા માટે દેશ ભર માંથી કોઈ યોગ્ય દીક્ષિત પૂજારીઓ જ નથી મળતા? કોઈ પણ સ્થળે એક જ ઘર પરિવાર ના સભ્યો નો લાંબા ગાળે અધિકાર મળી જવા થી એક પક્ષીય ઇજારો સ્થાપિત કરવાની વાત ઊભી થાય છે જે કોઈ ધર્મસ્થળ માટે યોગ્ય નથી! અને ધર્મ એ સર્વે માટે છે ભલે પૂજા ના અધિકારી દીક્ષિત અને લાયકાત વાળા બ્રાહ્મણો હોય પણ તે છતાં તેનો સમયગાળો હોય , એક અવધિ હોય છે પણ તેનો અર્થ એ નથી કે કોઈ એક પરિવાર ને કાયમી માટે વંશ વારસાગત પૂજા કરવાનો ઇજારો મળી ગયો!!!

વળી માતાજી ની ગાદી ના નામે પ્રસાદ વેચાણ ની મંજૂરી આ સંચાલકો ને કોણે આપી? જ્યારે એક જ સ્થળે માતાજી ના પ્રસાદ નું વેચાણ થાય છે તો બીજા પ્રસાદ ની જરૂરી શું??? આમ અનેક રીતે ફક્ત પૈસા કમાવવા માટે લોકો ની આસ્થા અને શ્રદ્ધા નો ગેરલાભ ઉઠાવતા આ ગાદી ના સંચાલકો ના સમગ્ર વહીવટ અંગે CBI તપાસ કરવામાં આવે અને આ સંચાલકો દ્વારા આટલા વર્ષો માં કેટલી સંપત્તિ ભેગી કરાઈ? અને હજુ પણ કઈ કેટલી રીતે લોકો જોડે શ્રદ્ધા ના નામે ફાયદો ઉઠાવી પૈસા પડાવવા / કમાવવા ના કિમિયા અજમાવવા માં આવી રહ્યા છે તે સમગ્ર બાબતે ઊંડાણપૂર્વક નિષ્પક્ષ તપાસ આદરી કડક કાર્યવાહી કરી તેમનો સાથ આપતા મંદિર ટ્રસ્ટ ના મળતિયા અધિકારીઓ ની સંડોવણીઓ પણ જાહેર કરી માતાજી ના નામે ચરી ખાતા આ ધૂર્તો ને સજા મળે તે જરૂરી બન્યું છે….

અંબાજી મંદિર ના ગાદી ના સંચાલક માથાભારે વ્યકિત હોય અગાઉ પણ ધી મેસેજ ના પત્રકાર દિનેશ મહેતા ઉપર પણ હુમલો કરાવવામાં આવ્યો હતો અને અંબાજી ના યુવા પત્રકાર અમિત પટેલ ને પણ ફોન પર ધમકી આપી હતી કે  અવારનવાર વિવાદ માં રહેતા દેવાંગ ઠાકર અંબાજી પોલીસ સ્ટેશન માંથી જામીન લીધા હતા પણ કાયદો એવું કહે છે કે કોઈપણ અરજદારની અરજી આવે તો તેમને મામલતદાર ના જામીન માટે લઈ લેવામાં આવતા હોય છે જ્યારે મામલતદાર માં ખરાઈ કરતા 06/2025ના મામલતદાર કચેરી માંથી કોઈ પણ જામીન ની વિગત મળી ન હતી આવી ધુપ્પલ બાજી ક્યાં સુધી ચાલશે તે એક વિચારવાનો પ્રશ્ન છે

રિપોર્ટર….અમિત પટેલ અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

શ્રી ગોપીનાથજી સોલાર (Sol Max Solution) દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન: પર્યાવરણ અને સ્વચ્છ ઊર્જાનો અનોખો સમન્વય

​આજના આધુનિક યુગમાં જ્યાં ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ મોટી સમસ્યાઓ બની રહ્યા છે,…

વરસાદની વિકટ પરિસ્થિતિમાં પીજીવીસીએલની ત્વરિત કામગીરીથી જાળીલા ગામમાં વીજપુરવઠો પુનઃસ્થાપિત કરાયો

જૂના મકાનની બાલ્કનીથી LT પોલને નુકસાન થતાં ખોરવાયેલો વીજ પુરવઠો ગણતરીના કલાકોમાં…

હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ

મુંબઇ, સંજીવ રાજપૂત, એબીએનએસ: એર મેશલ પીવી શિવાનંદ, એઓસી-ઇન-સી અને સાઉથ વેસ્ટર્ન…

1 of 139

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *