શ્રી અશોક સિંઘલ ભારતીય સંસ્કૃતિના પ્રણેતા હતા – નાયબ સૈની, હરિયાણાના મુખ્યમંત્રી
વિશ્વ હિન્દુ પરિષદ, હરિયાણાએ પૂજ્ય શ્રી અશોક સિંઘલની જન્મ શતાબ્દી નિમિત્તે ગુરુગ્રામમાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે, અહિંસા વિશ્વ ભારતીના સ્થાપક આચાર્ય લોકેશ, વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય મહાસચિવ શ્રી બજરંગ લાલ બગડા અને હરિયાણાના મુખ્યમંત્રી શ્રી નાયબ સિંહ સૈનીએ સંતો, સામાજિક કાર્યકરો અને મહાનુભાવો સાથે, પૂજ્ય અશોક સિંઘલને શ્રદ્ધાંજલિ આપી.આ કાર્યક્રમ હરિયાણાના ગુરગ્રામમા યોજાયો.
આ પ્રસંગે પૂજ્ય અશોક સિંઘલને યાદ કરતા આચાર્ય લોકેશે કહ્યું કે ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્ર પ્રત્યેનું તેમનું સમર્પણ, તપ અને બલિદાન હંમેશા સમાજને પ્રેરણા આપશે. તેમનું જીવન રામ પ્રત્યેની ભક્તિ, દેશભક્તિ, ભારતીય સંસ્કૃતિ અને સેવાનું એક અનોખું ઉદાહરણ રહ્યું છે.
હરિયાણાના મુખ્યમંત્રી શ્રી નાયબ સિંહ સૈનીએ જણાવ્યું હતું કે રાષ્ટ્ર, ધર્મ અને સમાજની સેવામાં સમર્પિત પૂજ્ય અશોક સિંઘલનું જીવન આપણા બધા માટે પ્રેરણારૂપ છે. તેમણે પોતાનું જ્ઞાન, શક્તિ અને વ્યક્તિત્વ સમાજ અને રાષ્ટ્રના કલ્યાણ માટે સમર્પિત કર્યું હતું.
સભામાં ઉપસ્થિત સંતો, સામાજિક કાર્યકરો અને મહાનુભાવોએ પૂજ્ય અશોક સિંઘલના જીવન અને યોગદાનને યાદ કર્યા અને તેમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી.
અહેવાલ -તખુભાઈ સાંડસુર (વેળાવદર)
















