Latest

NCC CATC કેમ્પમાં ભક્તરાજ દાદા ખાચર કોલેજના કેડેટ્સની નોંધપાત્ર સિદ્ધિ

23 કેડેટ્સે ચાર સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી કોલેજનું ગૌરવ વધાર્યું

ગઢડા : 6 ગુજરાત બટાલિયન NCC, ભાવનગર દ્વારા તા. 12 નવેમ્બરથી 21 નવેમ્બર, 2026 દરમિયાન આયોજિત CATC (Combined Annual Training Camp)માં ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.)ના 23 NCC કેડેટ્સે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ શિબિરમાં કોલેજના કેડેટ્સે વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી કોલેજનું ગૌરવ વધાર્યું છે.

શિબિર દરમિયાન યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં કેડેટ્સે પોતાની શિસ્ત, એકતા, સાહસ, ટીમવર્ક અને કૌશલ્યનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી નીચે મુજબની સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી.

1. રસ્સાખેંચ સ્પર્ધા (Tug of War) – પ્રથમ ક્રમ.

2. ડ્રિલ સ્પર્ધા (Drill Competition) – દ્વિતીય ક્રમ.

3. NCC સોંગ સ્પર્ધા – દ્વિતીય ક્રમ.

4. સાંસ્કૃતિક કાર્યક્રમ (Cultural Performance) – શ્રેષ્ઠ પ્રદર્શન.

કેડેટ્સની આ સફળતા NCC અધિકારી ડૉ. જિજ્ઞાબા રાણાની વિશેષ  જહેમત, સતત પ્રોત્સાહન, આયોજનબદ્ધ તાલીમ અને માર્ગદર્શનનો મહત્ત્વપૂર્ણ ફાળો રહ્યો છે. કેડેટ્સમાં શિસ્ત, નેતૃત્વ, રાષ્ટ્રભાવના અને ટીમવર્કની ભાવના વિકસાવવાના તેમના સતત પ્રયત્નોનું આ સફળ પરિણામ છે. કેડેટની આ સિદ્ધિ બદલ 6 GUJ BN ના CO કર્નલ આશુતોષ મહેતા સાહેબે ટ્રોફી અને પ્રમાણ પત્ર સાથે બિરદાવી કોલેજના આચાર્યશ્રી એચ. વી. સેંજલીયા સાહેબને શુભકામનાઓ પાઠવી હતી.

કેડેટ્સની આ સિદ્ધિ બદલ કોલેજના આચાર્યશ્રી તથા સમગ્ર કોલેજ પરિવારે તમામ 23 કેડેટ્સને હાર્દિક અભિનંદન પાઠવ્યાં હતાં અને ભવિષ્યમાં પણ આવી જ સફળતાઓ પ્રાપ્ત કરી કોલેજ, બટાલિયન અને રાષ્ટ્રનું ગૌરવ વધારતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જામનગરનું આકાશ ગુંજયું.. ભારતીય વાયુસેના દ્વારા ‘સહાયતા સેતુ – 2026’ નું સફળ આયોજન સાથે ભવ્ય સમાપન

જામનગર સંજીવ રાજપૂત, એબીએનએસ, ભારતીય વાયુસેના દ્વારા હેડક્વાર્ટર ઇન્ટિગ્રેટેડ…

ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે ખેડબ્રહ્મામાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત યુવા સભા યોજાઈ

કૃષિ અને સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં યોજાયેલી યુવા સભામાં મોટી…

1 of 148

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *