Gir Somnath

માછીમાર સમાજના દુઃખને વાચા આપતી રજૂઆત: જેલોમાં કેદ માછીમારો અને બોટોને વહેલી તકે સ્વદેશ લાવવા માંગ

રસિક ચાવડા એ મુખ્યમંત્રી કાર્યાલયમાં કરી રજૂઆત.

ઉના: ગુજરાતના વિશાળ દરિયાકિનારે વસતા માછીમાર સમાજના હિતમાં ગીર સોમનાથ જિલ્લા ભાજપ (બક્ષીપંચ મોરચા)ના મહામંત્રી રસિક ચાવડા (આર.સી.) દ્વારા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને લેખિત રજૂઆત કરીને પાકિસ્તાનની જેલોમાં બંધ ભારતીય (વિશેષ કરીને ગુજરાતના) નિર્દોષ માછીમારો તથા તેમની જપ્ત કરાયેલી બોટોને તાત્કાલિક મુક્ત કરાવી સ્વદેશ પરત લાવવા માંગ કરવામાં આવી છે.

આ અંગેની રજૂઆત માનનીય મુખ્યમંત્રીશ્રીના કાર્યાલય (સચિવાલય, ગાંધીનગર) તથા માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીના કાર્યાલય (સ્વર્ણિમ સંકુલ, ગાંધીનગર) ખાતે પણ કરવામાં આવી છે.

રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, પોરબંદર, વેરાવળ, માંગરોળ, ઉના, જાફરાબાદ, ઓખા, કોડીનાર અને દીવ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા ખારવા, કોળી અને અન્ય તટીય માછીમાર સમુદાયોની આજીવિકા સંપૂર્ણપણે માછીમારીના વ્યવસાય પર નિર્ભર છે.

દરિયામાં કોઈ સ્પષ્ટ ભૌગોલિક સીમા કે સંકેત ચિહ્નો ન હોવાથી, તેજ પવન, દરિયાઈ મોજા અને ટેકનિકલ ખામીના કારણે માછીમારો અજાણતામાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા (IMBL) ઓળંગીને પાકિસ્તાની જળસીમામાં પ્રવેશી જાય છે, જ્યાં પાકિસ્તાનના અધિકારીઓ (PMSA) દ્વારા તેમની ધરપકડ કરી બોટો જપ્ત કરી લેવામાં આવે છે.

રસિક ચાવડાએ ભારત સરકારના વિદેશ મંત્રાલય (MEA) અને પાકિસ્તાન સ્થિત ભારતીય ઉચ્ચાયોગ (High Commission) મારફતે કાનૂની અને કૂટનીતિક સ્તરે ઉચ્ચ સ્તરીય વાટાઘાટો શરૂ કરવા વિનંતી કરી છે. તેમજ જેલમાં બંધ તમામ ભારતીય માછીમારોને ત્વરિત ‘કોન્સ્યુલર એક્સેસ’ અપાવી નાગરિકતા ચકાસણીની પ્રક્રિયા ઝડપી બનાવી તેમને મુક્ત કરાવવા અને તેમની જપ્ત કરાયેલી બોટો પરત અપાવવા નક્કર પગલાં ભરવા માંગ કરી છે, જેથી તેઓ ફરીથી પોતાની આજીવિકા શરૂ કરી શકે અને પરિવારોમાં ખુશાલી આવે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *