Devotional

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

પવિત્ર ભાદરવી પૂનમના મહામેળા નિમિત્તે જગત જનની માં અંબાના પાવન ધામમાં હિન્દુ આદિવાસી ડુંગરી ભીલ સમાજ દ્વારા ખૂબ જ ઉત્સાહ, શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉપસ્થિતિ નોંધાવવામાં આવી.

સમાજના ભાઈ-બહેનો મોટી સંખ્યામાં એકત્ર થઈ, ભક્તિભાવ સાથે માં અંબાના દર્શન કર્યા અને માતાજીના શિખર પર માંની ધજા ચડાવી. આ પવિત્ર પ્રસંગે સૌએ માં જગત જનનીના આશીર્વાદ મેળવી પોતાના પરિવાર, સમાજ અને સમગ્ર ડુંગરી ભીલ સમાજની સુખ-શાંતિ, સમૃદ્ધિ અને એકતા માટે પ્રાર્થના કરી.

આપણી પરંપરા, સંસ્કૃતિ, શ્રદ્ધા અને એકતાને જાળવી રાખવાનો આ સુંદર પ્રસંગ સૌ માટે યાદગાર બની રહ્યો. ભક્તિ અને ઉત્સાહથી ભરાયેલા આ મેળામાં ડુંગરી ભીલ સમાજની એકતા અને સંસ્કૃતિનું સુંદર દર્શન જોવા મળ્યું.

માં અંબા જગત જનની સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ખુશીઓ આપે તથા સમગ્ર ડુંગરી ભીલ સમાજની મનોકામનાઓ પૂર્ણ કરે એવી હૃદયપૂર્વક પ્રાર્થના

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 29

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *