Devotional

બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજ 129 મા સ્મૃતિ દિવસની ઉજવણી

સૌરાષ્ટ્રના કાશ્મીર તરીકે ઓળખાતા  એવા મહુવાના મહાન સંત૨ત્ન અને ભગવાન સ્વામિનારાયણના દ્વિતીય આધ્યાત્મિક અનુગામી બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજનો 129મો સ્મૃતિ મહોત્સવ નૂતન વર્ષના નવલા દિવસોમાં તા.૨૨/૧૧/૨૬, રવિવારના રોજ મહુવા ખાતે ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યો હતો.

આ દિવ્ય અવસરે અક્ષરબહ્મ યજ્ઞ તથા ભગતજી મહારાજ સ્મૃતિ મંદિર દર્શનયાત્રા તથા દરજી જ્ઞાતિ સમાજ સ્નેહ મિલન કાર્યક્રમ અને સાંજના સમયે રાજકોટના સંતો તથા ગાયક કલાવૃંદ દ્વારા ભવ્ય કીર્તન આરાધના  સ્મૃતિમંદિરના પટાંગણમાં રાખવામાં આવી હતી,

જેમાં સંપ એ જ શકિતએ વિષય પર વિવિધ રજૂઆતો દ્વારા જીવનલક્ષી તથા સમાજલક્ષી માર્ગદર્શન મહુવા તથા સારંગપુરમાં સંતો દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલ અને જેમાં સમસ્ત દરજી સમાજ દ્વારા આમંત્રિત કરવામાં આવેલા બહારગામ થી આવેલા 100 કરતાં વધારે હરિભક્તો વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યાં હતા, આ દરજી સમાજના સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મહુવાના યુવા કાર્યકરો તથા દરજી સમાજના આગેવાનોએ ખૂબ જ જહેમત ઉઠાવેલી હતી. સાંજના કીર્તન આરાધના બાદ દરેક મહાનુભાવો તથા હરિભક્તો માટે

સ્વામિનારાયણ ખીચડી ના મહાપ્રસાદ નું આયોજન પણ રાખવામાં આવેલું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક નું આયોજન બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, બાયપાસ રોડ, મહુવા દ્વારા કરવામાં આવ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમોદ્રા ખાતે સંતશ્રી મૂળદાસ બાપાની ૩૫૨મી જન્મજ્યંતી અને ભવ્ય મંદિર પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

તા. ૧૯થી ૨૧ નવેમ્બર દરમિયાન ત્રિદિવસીય ધાર્મિક મહોત્સવનું આયોજન – દેશભરના…

અન્યો માટેનો કલ્યાણભાવ પણ ભજન છે: મોરારિબાપુ માનસ ભારત સ્વસ્તિક યાત્રાનું ત્રીજું ચરણ ડાકોરના ઠાકોરના આંગણે

ડાકોર (તખુભાઈ સાંડસુર દ્વારા) પૂ. મોરારિબાપુના વ્યાસાસને કથાની પદ્ધતિઓના જે રીતે…

BAPS સ્વામિનારાયણ મંદિર, મહુવા દ્વારા.ઐતિહાસિક ભવ્યાતિભવ્ય અન્નકૂટ ઉત્સવ નું સંપન્ન થયેલ વિશિષ્ટ આયોજન

દીપાવલી ના તહેવારો દરમિયાન હિંદુ સંસ્કૃતિ મુજબ ચોપડા પૂજન ,લક્ષ્મી પૂજન, શારદા…

1 of 32

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *